શહેરના પોશ વિસ્તારમાં રહેતી ૧૪ વર્ષની તણીને પાર્ટી પ્લોટમાં લગ્ન સામારોહમાંથી ગોંડલ રોડ પરના વિસ્તારમાં રહેતો તેના કૌટુંબિક કાકા ધરાર ઘરે લઇ ગયા હતા બાદમાં તેની એકલતાનો લાભ લઇ અડપલાં કરી ગાલ પર કીસ કરી કપડા કાઢવાની કોશિશ કરી હતી.જે અંગેની જાણ સગીરાની માતાને થઇ જતા તેણે આ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના આધારે પોલીસે આરોપી સામે અપહરણ, છેડતી, પોકસોની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને સકંજામા લઇ વિશેષ પુછતાછ હાથ ધરી છે.સગીરા વયની ભત્રીજી સાથે અડપલાં કરનાર નારાધમ શખસ પ્રત્યે ફિટકારની લાગણી વરસી જવા પામી છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, શહેરના માધાપર ચોકડી પાસેના પોશ વિસ્તારમાં રહેતા ૩૮ વર્ષીય મહિલાએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપીની તરીકે વિમલ(નામ બદલાવેલ છે) નામ આપ્યું છે. જેના આધારે પોલીસે આરોપી સામે આઇપીસીની કલમ ૩૬૩,૩૫૪(અ) અને પોકસો એકટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગત તા. ૧૪૩ ના રોજ તે તથા પરિવાર ૧૫૦ ફટ રિંગ રોડ પર આવેલા પાર્ટી પ્લોટમાં લ સમારોહમાં ગયો હોય અહીં આરોપી પણ હાજર જે તેમના કૌટુંબિક દિયર હોય.આ લગ્ન સમારોહ દરમિયાન આરોપીને વિશાલને ફરિયાદીએ પોતાની દિકરીને સાથે ન લઇ જવા માટે કહ્યું હોવા છતા તે ફરિયાદીની ૧૪ વર્ષની દીકરીને પોતાની સાથે ઘરે લઇ ગયો હતો.
ઘરે લઇ ગયા બાદ વિમલે સગીરવયની ભત્રીજીનો એકલતાનો લાભ લઇ અડપલાં કરી ગાલ પર કીસ કરી તેના કપડાં ઉતારવાની કોશિશ કરી હતી. કાકાની આ હરકતથી સગીરા ગભરાઇ જતા ગઇ હતી. આરોપીને પણ ડર લાગ્યો હતો.બાદમાં બીજા દિવસે તે સગીરાને ઘરે મૂકી ગયો હતો. બનાવ બાદ સગીરા ગુમસુમ રહેતી હોય જેથી આ બાબતે તેની માતાએ પુછતા સગીરાએ પોતાની સાથે બનેલી આ ઘટનાની આપવીતી કહી હતી. જે સાંભળી તેની માતા ચોંકી ઉઠી હતી. બાદમાં તેમણે આ અંગે પરિવાર સાથે વાત કર્યા બાદ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો દાખલ કર્યેા હતો.પીઆઇ બી.ટી.અકબરીની રાહબરીમાં સ્ટાફે તપાસ હાથ ધરી તાકીદે આરોપીને સકંજમા લઇ લીધો હતો.આરોપી એક સંતાનનો પિતા હોવાનું માલુમ પડયું છે. આ મામલે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech