સૌરાષ્ટ્ર્ર કચ્છમાંથી તો વરસાદ જાણે ગાયબ થઈ ગયો હોય તેમ મર્યાદિત સ્થળોએ છૂટા છવાયા ઝાપટાને બાદ કરતા કયાંય વરસાદ નથી. ઉત્તર ગુજરાતમાં વરસાદનું પ્રમાણ હજુ થોડું ઘણું જળવાઈ રહ્યું છે પરંતુ તે સિવાય રાયના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની નહિવત હાજરીના કારણે મહત્તમ તાપમાનના પ્રમાણમાં અને ગરમીમાં સતત વધારો થઈ રહ્યો છે.
ભાદરવા મહિનામાં ઉનાળાની ગરમી જેવા આકરા તાપ પડતા હોય છે. તે મુજબ ગરમી શ થઈ ગઈ છે અને સમગ્ર રાયમાં સૌથી ઐંચું તાપમાન રવિવારે રાજકોટમાં ૩૪.૧ ડીગ્રી નોંધાયું હતું જે આ સમયના સરેરાશ તાપમાન કરતા ૧.૯ ડિગ્રી વધુ છે.
ઐંચા તાપમાનના મામલે સમગ્ર રાયમાં ભુજ બીજા સ્થાને આવે છે. ભુજમાં રવિવારે ૩૪.૨ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. સૌરાષ્ટ્ર્રના અન્ય શહેરોના તાપમાન પર નજર નાખીએ તો જામનગરમાં ૩૨.૯ દ્રારકામાં ૩૧.૫ પોરબંદરમાં ૩૩ વેરાવળમાં ૩૨.૨ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. ગઈકાલે સુરતમાં ૩૩.૨ અને વલસાડમાં ૩૩.૪ ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું છે.
ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ ના જણાવ્યા મુજબ સમગ્ર દેશમાં મોટાભાગના વિસ્તારોમાં લઘુતમ અને મહત્તમ તાપમાનના પ્રમાણમાં વધારો થયો છે. લઘુતમ તાપમાન અત્યારે સરેરાશ કરતાં ત્રણથી પાંચ ડિગ્રી દેશમાં વધારે છે યારે ગુજરાતમાં ૧.૬ થી ૩ ડિગ્રી વધુ છે. મહત્તમ તાપમાનની વાત કરીએ તો સરેરાશ કરતા ૫.૧ ડીગ્રી વધુ તાપમાન દેશના અનેક રાયોમાં છે. રવિવારે સમગ્ર દેશમાં સૌથી ઐંચું તાપમાન તામિલનાડુના મદુરાઈમાં ૩૮.૮ ડિગ્રી નોંધાયું છે.
આજે સવારે ૬:૦૦ વાગે પૂરા થતા ૨૪ કલાક દરમિયાન સૌરાષ્ટ્ર્ર કચ્છમાં મર્યાદિત જગ્યાએ સામાન્ય વરસાદ થયો છે. સૌરાષ્ટ્ર્રમાં સૌથી વધુ વરસાદ અમરેલી જિલ્લાના ખાંભામાં ૨૩ મિલીમીટર નોંધાયો છે. રાજુલામાં ૧૦ જાફરાબાદમાં આઠ મિલીમીટર વરસાદ થયો છે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં ૯ ઉનામાં ત્રણ રાજકોટ જિલ્લાના ઉપલેટામાં બે કંડોરણામાં ત્રણ દ્રારકા જિલ્લાના ભાણવડમાં એક મિલીમીટર વરસાદ થયો છે. તે સિવાય બધે જ કોધાકળ છે.
ઉત્તર ગુજરાતમાં હજુ વરસાદનું જોર છે અને અરવલ્લી જિલ્લાના ભિલોડામાં ૬૮ મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં સવા બે, લુણાવાડમાં પોણા બે અને વીરપુરમાં એક ઈચ વરસાદ થયો છે. વલસાડ જિલ્લાના ઉંમરપાડા– પંચમહાલ જિલ્લાના મોરવાહડફમાં બબ્બે ઈંચ વરસાદ થયો છે. મહેસાણા અને પંચમહાલ જિલ્લાના શહેરામાં અનુક્રમે દોઢ અને એક ઈંચ વરસાદ થયો છે. આગામી ત્રણ દિવસ માટે રાયમાં સાબરકાંઠા અરવલ્લી દાહોદ અને મહીસાગરમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. છૂટા છવાયા ઝાપટાના આગાહીના લિસ્ટમાં પણ કયાંય સૌરાષ્ટ્ર્રનું નામ નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતાંત્રિકીયા ચોકમાં ચાલતી અંધશ્રધ્ધાનું આવ્યુ કાયમી નિરાકરણ
December 23, 2024 02:34 PMનવ મહિના પહેલા છેતરપીંડી કરી નાસી છુટનાર બે મહિલાઓ ઝડપાઇ
December 23, 2024 02:32 PMપોલીસે દારુની ભઠ્ઠીનો નાશ કરી વનવિભાગનું વધુ એક વખત નાક કાપ્યુ !
December 23, 2024 02:31 PMકમલાબાગ પોલીસ સ્ટેશન પાસે હવે ‘હીટ એન્ડ ફન’ ની વિચિત્ર ઘટના બની!
December 23, 2024 02:29 PM‘અમારી માધવાણી કોલેજ રાબેતા મુજબ ચાલુ છે, અફવામાં આવવુ નહીં’
December 23, 2024 02:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech