રાજકોટ શહેરમાં યુવકની બબ્બે વખત હત્યાનો પ્રયાસ કરવાના આરોપમાં પકડાયેલા આરોપીનું પોલીસ કસ્ટડીમાં જ મોત થતાં પોલીસ બેડામાં દોડધામ થઈ પડી હતી. વોન્ટેડ આરોપીને ક્રાઈમ બ્રાંચ જયપુરથી ઉઠાવી લાવી હતી અને એ–ડિવિઝન પોલીસને સોંપ્યો હતો. તપાસની કાર્યવાહી ચાલુ હતી. એ દરમ્યાન પોલીસ મથકમાં જ બેશુધ્ધ બનીને ઢળી પડતા સિવિલ હોસ્પિટલે લઈ જવાયો હતો. મોતનું ચોકકસ કારણ જાણવા ફોરેન્સીક પીએમ કરાવાયું છે.
એ–ડીવીઝન પોલીસ મથકમાં મૃત્યુ પામનાર ભાવેશ વિનોદભાઈ ગોલ ઉ.વ.૩૫ કોઠારીયા રોડ પર કેદારનાથ સોસાયટીમાં રહેતો હતો. ભાવેશને તેના જુના ભાડુઆત હાલ હરીધવા રોડ પર અયોધ્યા સોસાયટીમાં રહેતા અમીત પરસોતમભાઈ સગપરીયા ઉ.વ.૪૦ સાથે માથાકુટ ચાલતી હતી. ગત તા.૨૦ના રોજ અમીત પંચનાથ પ્લોટમાં આવેલ દિગંબર જૈન મંદિરમાં હતો ત્યારે મંદિરમાં ભાવેશ ધસી ગયો હતો.
મંદિર પરિસરમાં રહેલા અમીત પર છરીના આડેધડ ચાર ઘા ઝીકી નાસી છૂટયો હતો. એ–ડીવીઝન પોલીસે અમીતની હત્યા નિપજાવવાના પ્રયાસની કલમ હેઠળ આરોપી ભાવેશ સામે જે તે સમયે તા.૨૦ના રોજ ગુનો નોંધ્યો હતો. બનાવના બે દિવસ બાદ અમીતના ભાઈ મવડી વિસ્તારના ગોવિંદરત્ન બંગલોઝમાં રહેતા મયુર ઉ.વ.૩૯એ ફરિયાદ ભકિતનગર પોલીસ મથકમાં નોંધાવી હતી. જેમાં આરોપી ભાવેશ દ્રારા ગત તા.૧૭ના રોજ પણ અમીતને કાર નીચે કચડી નાખવાનો પ્રયાસ કર્યાનો આરોપ મુકયો હતો.
ફરિયાદમાં મયુરે સીસીટીવી રજુ કર્યા હતા. જેમાં તા.૧૭ના રોજ કોઠારીયા રોડના હરીધવા મેઈન રોડ પર ભાવેશ કાર લઈને ધસી આવ્યો હતો અને અમીતને કારની ઠોકરે લેવાનો પ્રયાસ કર્યેા હતો. અમીતની હત્યાના બબ્બે પ્રયાસ કરવાના ગુનામાં ભાવેશ ૮ દિવસથી વોન્ટેડ હતો. એ દરમ્યાન ક્રાઈમ બ્રાંચને માહિતી મળી હતી કે, આરોપી જયપુરમાં છે. એક ટીમ જયપુર પહોંચી હતી અને ગઈકાલે રાજકોટ લઈ આવી બપોર બાદ એ–ડીવીઝન પોલીસને સોંપ્યો હતો.
તપાસનીશ પોલીસ આરોપીની ધરપકડ સહિતની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી. એ દરમ્યાન જ ભાવેશ બેશુધ્ધ બનીને ઢળી પડયો હતો. મોઢામાંથી ફીણ નીકળી ગયા હતા. તાત્કાલીક સિવિલ હોસ્પિટલે લઈ જવાયો હતો. તબીબે જોઈ તપાસી મૃત જાહેર કર્યેા હતો. આરોપી બીમાર હતો કે કેમ ? જૂની કોઈ બીમારી હતી ફીટ (વાય) આવવાના કારણે આવું બન્યું ? મોતનું ચોકકસ કારણ જાણવા ફોરેન્સીક પીએમ કરાવાયું છે. બનાવના પગલે ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી સહિતના અધિકારીઓ પણ એ–ડીવીઝન પોલીસ મથકે દોડી ગયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવડોદરા હિટ એન્ડ રન ઘટસ્ફોટ: રક્ષિત ચૌરસિયાએ ગાંજો પીને સર્જ્યો હતો અકસ્માત
April 04, 2025 09:12 PMજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech