રાજકોટમાં આવારા તત્વો બન્યા બેફામ..જાહેરમાં રસ્તો બંધ કરી બર્થડેની ઉજવણી કરી રહ્યું હતું ટોળું, જુઓ વિડીયો

  • February 12, 2023 07:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં દિવસેને દિવસે આવારા તત્વો આતંક વધી રહ્યો છે. ત્યારે આજે ફરી એકવાર એવી ઘટના સામે આવી છે.રાજકોટના સ્વામિનારાયણ ચોક નજીક ગઈકાલે રાતે કેટલાક યુવાનો રસ્તો બંધ કરીને જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી રહ્યા હતા. આ અંગેની જાણ થતાં માલવીયાનગર પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે જાહેરમાં બર્થ ડે પાર્ટીની ઉજવણી કરનારાઓને સમજાવવા પ્રયાસ કર્યો હતો. જેથી ઉશ્કેરાઈને કેટલાક યુવાનોએ પોલીસ પર હુમલો કર્યો હતો. જે બાદ ઘટના સ્થળે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. સાથે રાજકોટના માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં 9 લોકો વિરુદ્ધ મારામારી તેમજ ટોળામાં એકઠા થઈ પોલીસ પર હુમલાનો ગુનો નોંધાયો હતો. 9 પૈકી 4 આરોપીની ધરપકડ કરી છે.મુખ્ય આરોપી વિશાલ ઉર્ફે રોકી અને તેનો ભાઈ ઈશાન જોશી સહીત 5 આરોપી ફરાર છે.આરોપીઓની શોધખોળ ચાલુ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application