રાજકોટમાં ફક્ત દોઢ ઇંચ વરસાદમાં ચોમેર પાણી ભરાયા

  • July 10, 2024 03:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ ફક્ત કહેવા પૂરતું સ્માર્ટ સિટી બન્યું હોય હજુ પણ એકથી દોઢ ઇંચ વરસાદ વરસે ત્યાં શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરવા લાગે છે અને ડ્રેનેજના ઢાંકણા ખોલીને તેનો નિકાલ કરવામાં આવે છે ઉપરોક્ત તસવીરોમાં શહેરના કાલાવડ રોડ સહિતના રાજમાર્ગો ઉપર ભરાયેલું વરસાદી પાણી દ્રશ્યમાન થાય છે


રાજકોટ શહેરમાં ગત સાંજે ફક્ત દોઢ ઇંચ વરસાદ વરસ્યો ત્યાં ચોમેર પાણી ભરાઇ ગયા હતા, પ્રિ મોન્સૂન પ્લાન ફક્ત કાગળ ઉપર જ તૈયાર થતો હોય અને તેની કોઈ અમલવારી થતી નહીં હોવાનો ગઇકાલે મેઘરાજાએ વધુ એક વખત પદર્ફિાશ કર્યો હતો. મહાનગરપાલિકાના ભ્રષ્ટાચારી તંત્રને પાપે કાલાવડ રોડ, 150 ફૂટ રિંગ રોડ, નાના મવા રોડ, યુનિવર્સીટી રોડ, યાજ્ઞિક રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા શહેરીજનોએ તંત્રવાહકો ઉપર ફિટકાર વરસાવ્યો હતો. મહાપાલિકાની ફાયર બ્રિગેડ શાખાના ક્ધટ્રોલ રૂમના સૂત્રોના જણાવ્યા મુજબ ગત સાંજે શહેરના વેસ્ટ ઝોનમાં 33 મીમી, ઇસ્ટ ઝોનમાં 27 મીમી અને સેન્ટ્રલ ઝોનમાં 26 મીમી વરસાદ નોંધાયો હતો. આ સાથે શહેરના ત્રણેય ઝોનનો મોસમનો કુલ સરેરાશ વરસાદ 7.50 ઇંચ નોંધાયો છે. આગામી દિવસોમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી હોય તંત્ર એલર્ટ છે.


હવામાન વિભાગ મુજબ બે, મહાપાલિકા મુજબ દોઢ, કલેકટર મુજબ સવા ઇંચ !!
રાજકોટ શહેતમાં ગત સાંજે વરસેલા વરસાદમાં હવામાન વિભાગમાં 49.5 મીમી (બે ઇંચ) વરસાદ નોંધાયો છે. જ્યારે મહાપાલિકા તંત્ર મુજબ 33 મીમી (દોઢ ઇંચ) વરસાદ નોંધાયો છે અને કલેકટર તંત્રએ માહિતી ખાતા મારફતે જાહેર કરેલી વિગતોમાં 30 મીમી (સવા ઇંચ) વરસાદ જાહેર કર્યો છે. આ મુજબ પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષે પણ વરસાદના આંકડાઓમાં વિસંગતતા યથાવત રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application