બિલ્ડર લોબી સાવધાન: રાજકોટમાં સોમવારથી બાંધકામ વેસ્ટ નાકરાવાડીએ નાખવો ફરજિયાત

  • March 30, 2024 03:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર આનદં પટેલએ આજે મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે રાજકોટ શહેરમાંથી નીકળતો કન્સ્ટ્રકશન અને ડિમોલિશન વેસ્ટનો આગામી તા.૧–૪–૨૦૨૪ને સોમવારથી નાકરાવાડી પ્લાન્ટ ખાતે નિકાલ કરવો ફરજિયાત છે, કન્સ્ટ્રકશન કે ડિમોલિશન વેસ્ટનો અન્યત્ર નિકાલ કરતા ઝડપાય તો પ્લાન રદ કરાશે અને આ સંદર્ભે પ્લાન ઇનવર્ડ કરતી વેળાએ જ બિલ્ડર પાસેથી બાંહેધરી પત્ર લેવાશે. અલબત્ત આ બાબત ફકત બિલ્ડર લોબી જ નહીં પરંતુ તમામ શહેરીજનોને એકસમાન રીતે લાગુ થશે.

વિશેષમાં મ્યુનિસિપલ કમિશનરએ જણાવ્યું હતું કે આગામી તા.૧ એપ્રિલથી નવા નિયમનો અમલ શ થશે અને નાકરાવાડી ખાતે પ્લાન્ટ પણ ચાલુ થઇ જશે.પ્લાન મુકનાર પાસેથી બાંહેધરી લેવાશે ત્યારબાદ ડિમોલિશનનો કાટમાળ કે કન્સ્ટ્રકશન વેસ્ટ નાકરાવાડી પહોંચે ત્યારબાદ ત્યાં એન્ટ્રી થશે, ટીપી બ્રાન્ચમાં તેની જાણ થાય તે ત્યારબાદ જ નવું બાંધકામ શ કરી શકશે. જો સી એન્ડ ડી વેસ્ટ શહેરમાં અન્યત્ર કોઇ સ્થળે ફેંકે તો પ્લાન રદ થશે.
સતત ચેકીંગની વ્યવસ્થા ચાલુ રહેશે અને નિયમભંગના કિસ્સામાં દડં પણ ફટકારાશે

કમિશનરએ ઉમેયુ હતું કે નાકરાવાડી ખાતે એકત્રિત થતા કન્સ્ટ્રકશન અને ડિમોલિશન વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા કંપનીને કોન્ટ્રાકટ અપાયો છે. પ્લાન્ટમાં પ્રોસેસ કરીને પેવિંગ બ્લોક જેવી વસ્તુઓ પણ બનાવાશે.શહેરમાં જુના પડેલા કચરાનું પરિવહન તત્રં કરશે અને હવેથી કોઇ ન ફેંકે તે માટે વોચ રાખશે, પકડાય એટલે તુરતં બાંધકામ પ્લાન રદ થશે.
જો આ પ્લાન સફળ રહેશે તો ભવિષ્યમાં સીટી નજીક બીજો પ્લાન ઉભો કરવાનો પણ વિચાર છે. ભૂસ્તર શાક્ર વિભાગને પણ સાથે જોડી દેવામાં આવશે, બાંધકામ સાથે ખોદકામની પણ મંજૂરી લેવી પડશે. હાલ બાંધકામ વેસ્ટ શહેરમાં આડેધડ પડો રહે છે તેને પણ નાકરાવાડી પહોંચાડવાની વ્યવસ્થા તત્રં કરાશે. તદઉપરાંત મહાપાલિકાતત્રં ડિમોલિશન કરશે તો તેનો વેસ્ટ પણ તત્રં દ્રારા નાકરાવાડી ખાતે પહોંચાડવામાં આવશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application