શહેરમાં સામાકાંઠા વિસ્તારમાં આર્યનગરમાં રહેતા લોહાણા યુવાન અને તેના માતા–પિતાએ સજોડે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાં સારવાર દરમિયાન વૃદ્ધનું મોત થયું હતું. યુવાને રીસામણે ગયેલી તેની પત્નીને ફોન કરી ઝેર પીધાની જાણ કરી હતી.જેથી તે ઘરે આવી જોતા ત્રણેય ઝેરી દવા પીધાની જાણ થતા હોસ્પિટલ લઇ ગઇ હતી.ગુહકલેશથી કંટાળી આ પગલું ભયુ હોવાનું જાણવા મળ્યું છે.સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી જે પોલીસે કબજે કરી જરી કાર્યવાહી કરી હતી.
જાણવા મળતી વિગતો મુજબ,સતં કબીર રોડ પર આર્યનગરમાં રહેતા ગૌરવ ભરતભાઇ કોટેચા (ઉ.૩૫) તેની માતા સરલાબેન (ઉ.૭૦) પિતા ભરતભાઇ શાંતિલાલ કોટેચા (ઉ.૭૧) એ ગઇકાલે પોતાના ઘેર સજોડે ઝેરી દવા પી જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાં ભરતભાઇનું સારવાર દરમિયાન મોત નીપયું હતું. બનાવની જાણ થતા બી–ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ પીઠિયા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં ગૌરવભાઇ કુવાડવા રોડ પર સાત હનુમાન મંદિર પાસે એલઇડીના શોમમાં નોકરી કરતા હોવાનું અને તેને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. પોલીસની પૂછતાછમાં ગૌરવભાઇની પત્ની રાધિકાબેનને સાસુ સાથે ધનતેરસના દિવસે સામાન્ય વાતમાં ચડભડ થઇ હતી જેથી તેના માવતર રેસકોર્સ પાર્કમાં જતી રહી હતી.
દરમિયાન ગઇકાલે રાધિકાબેને પતિ ગૌરવ સાથે ફોનમાં વાત કરી હતી જેમાં તેને એકાદ માસ અલગ રહેવા જવાની જેથી કલેશ શાંત થઇ જાય તેવી વાત કરતા બન્ને વચ્ચે ચડભડ થઇ હતી અને પતિએ બે કલાકમાં તું હવે રિઝલ્ટ જોઇ લેજે કહી ફોન કટ કરી નાખ્યો હતો. બનાવને પગલે પત્ની ઘેર આવી તપાસ કરતા પતિ, સાસુ અને સસરાએ ઝેરી દવા પી લીધી હોય તેને સારવાર માટે ખસેડયા હતાં.જેમાં ટૂંકી સારવાર બાદ વૃધ્ધ ભરતભાઇ કોટેચાનું મોત થયું હતું.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, બે માસ પહેલાં સાસુ સાથે ઝઘડો થતા રાધિકાબેને ફિનાઇલ પી લીધું હોવાનું બહાર આવ્યું હતું. તેમજ પોલીસને એક સ્યૂસાઇડ નોટ મળી આવી હતી. જેમાં ગૌરવના પિતાએ સ્યૂસાઇડ નોટમાં જણાવ્યું હતું કે, અમારે કોઇ સાથે લેણું–દેણું ન હોવાનું અને ઘરકંકાસથી કંટાળી આ પગલું ભરી લઇએ છીએ. પોલીસે નોટ કબજે કરી વધુ કાર્યવાહી કરી છે.ગૌરવે પગલું ભરતા પહેલાં તેની બન્ને બહેનો સાસરે હોય તેને ફોન કરી તેના સંતાનોની સંભાળ રાખવા માટે વાત કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવડિયા–બાંટવા દેવળીના ખખડધજ રોડનું મુહૂર્ત કયારે? ધારાસભ્યએ કરેલા વાયદાઓ પોકળ સાબિત થયા
November 14, 2024 09:54 AMઆજનું રાશિફળ: આ રાશિના લોકોને આજે કેટલાક સારા સમાચાર મળશે, નાણાકીય લાભની ટકાવારીમાં વધારો થશે
November 14, 2024 08:57 AMખ્યાતિ હોસ્પિટલ વિવાદ: પોલીસે હોસ્પિટલના તમામ સંચાલકો વિરુદ્ધ સદોષ માનવ વધનો ગુનો દાખલ
November 13, 2024 11:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech