રાજકોટમાં વધુ એક જીવલેણ અકસ્માતની ઘટના બની છે.શહેરમાં માધાપર ચોકડીથી બેડી ચોકડી તરફના રોડ પર ટ્રકે સ્કુટરને હડફેટે લેતા ચાલક ૭૯ વર્ષના વૃધ્ધને ગંભીર ઇજા પહોંચતા તેમનું મોત થયું હતું.એરપોર્ટ રોડ પર સખીયાનગરમાં રહેતા વૃધ્ધ ઇશ્ર્વરીયા મંદિરેથી ઘરે પરત ફરતા હતા દરમિયાન અકસ્માતની આ ઘટના બની હતી.આ અંગે વૃધ્ધના પુત્રની ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી લેઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ,શહેરમા માધાપર ચોકડીથી ૧૦૦ મીટરના અંતરે બેડી ચોકડી તરફ રેલવેના બ્રીજ પહેલા રોડ પર સુરજ ફલાવરની સામે રાત્રીના સાડા આઠ વાગ્યા આસપાસ ટ્રક નં.જીજે ૧૦ ટીટી ૫૫૯૦ એ સ્કુટર ન.ં જીજે ૩ એચએસ ૧૭૦૩ ને હડફેટે લેતા સ્કુટર ચલાવનાર વૃધ્ધ ભરતભાઇ જોષી(ઉ.વ ૭૯ રહે. વસતં મકાન સખીયાનગર મેઇન રોડ એરપોર્ટ રોડ પાસે,રાજકોટ) ગંભીર રીતે ઘવાયા હતાં.જેથી તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભયુ મોત થયું હતું.બનાવને પગલે રોડ પર ટ્રાફિકજામ થઇ ગયો હતો.બીજી તરફ ગાંધીગ્રામ પોલીસ મથકના પીએસઆઇ એ.એસ.મકરાણી તથા સ્ટાફે અહીં પહોંચી જરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી મૃતકના પરિવારને બનાવની જાણ કરી હતી.
અકસ્માતના આ બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ,અકસ્માતમાં મોતને ભેટનાર ભરતભાઇ જોષી હાલ નિવૃત જીવન પસાર કરતા હતાં.તેમને સંતાનમાં એક પુત્ર એક પુત્રી છે.વૃધ્ધ ગઇકાલે સાંજે માધાપર ગામ નજીક આવેલા ઇશ્ર્વરીયા મહાદેવના મંદિરે દર્શન કરવા ગયા હતાં.ત્યાંથી ઘરે પરત ફરતા હતા દરમિયાન અકસ્માતની આ ઘટના બની હતી.આ અંગે વુધ્ધના પુત્ર સંજયભાઇ ભરતભાઇ જોષી(ઉ.વ ૫૧) ની ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application10 દિવસમાં 3 કિલો વજન ઓછું કરવું છે તો કરો આ એક્સરસાઇઝ, શરીરને આપશે યોગ્ય આકાર
November 22, 2024 05:38 PMસુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફરી લગાવી ફટકાર, ટ્રકોના પ્રવેશને રોકવા માટે શું કર્યું
November 22, 2024 05:07 PMઅમન અરોરા પંજાબમાં AAPના અધ્યક્ષ બનશે, CM ભગવંત માને કરી જાહેરાત
November 22, 2024 05:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech