મૈત્રી મુવી મેકર્સે અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની મોસ્ટ અવેટેડ ફિલ્મ પુષ્પા 2 નું બીજુ સોન્ગ રિલીઝ થતાની પહેલાં મોટી અપડેટ સામે આવી છે. ફિલ્મનું પહેલું સોન્ગ પુષ્પા પુષ્પા રિલીઝ થતાની સાથે સોશિયલ મિડીયામાં છવાઇ ગયુ હતુ. પહેલાં સોન્ગમાં અલ્લુ અર્જુનનો ગજબનો સ્વેગ જોવા મળ્યો હતો, જ્યારે હવે બીજા સોન્ગમાં રશ્મિકા મંદાનાની ટશન વાળી અદાઓ જોવા મળશે. જેમાં એક્ટ્રેસ પોતાની આગવી અદાથી દર્શકોનું દિલ જીતી લેશે. પુષ્પા 2 મુવીને લઇને ફેન્સ સુપર એક્સાઇટેડ છે. સતત ચર્ચામાં રહેલી ફિલ્મ પુષ્પા 2નું નવું સોન્ગ કાલે રિલીઝ થશે.
મેકર્સે બીજા સોન્ગનું ટીઝર પોસ્ટર રિલીઝ કર્યુ છે. પોસ્ટર પરથી એમ લાગી રહ્યું છે કે આ સામી સામી જેવું એક જબરજસ્ત કેચી ટ્રેક હશે. આમાં શ્રીવલ્લીના રૂપમાં રશ્મિકા મંદાના નજરે પડશે. સોશિયલ મિડીયામાં આ વિશે પોસ્ટ કરતા મેકર્સે કેપ્શનમાં લખ્યુ છે કે પુષ્પા રાજ દ્રારા પુષ્પા પુષ્પાની સાથે ટેકઓવર કર્યા પછી હવે સમય ધ કપલ શ્રીવલ્લી અને એમના સામી માટે બધાને દીવાના બનાવવાનો આવી ગયો છે.
અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની ‘પુષ્પા 2’નું ટીઝર રિલીઝ થયુ ત્યારે ચારેબાજુ આની ચર્ચાઓ ચાલી રહી હતી. આ ટીઝરમાં જબરજસ્ત એક્શનની સાથે-સાથે પુષ્પ રાજ અને શ્રીવલ્લીનો દમદાર લુક જોવા મળ્યો હતો. પુષ્પા 2 માં અલ્લુ અર્જુનને પુષ્પ રાજના લુકમાં વિલન સાથે લડતો જોઇને તમારા હોંશ ઉડી જશે. આમ, શ્રીવલ્લીનો એકદમ હટકે અંદાજ જોવા મળ્યો. પુષ્પા 2ની કહાની જ્યાંથી ખતમ થઇ હતી ત્યાર પછીની કહાનીની સાથે ધમાકો કરવા માટે તૈયાર છે.
વર્ષ 2021માં આવેલી અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા: ધ રાઇઝે બોક્સ ઓફિસ પર અનેક રેકોર્ડ તોડ્યા છે. હવે પુષ્પા 2 15 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. પુષ્પા 2ની વાત કરવામાં આવે તો સુકુમારના ડાયરેક્શનમાં બનેલી રહેલી ફિલ્મ પુષ્પા 2 આ વર્ષના મોસ્ટ અવેટેડ સીક્વલ્સમાંથી એક છે. આમાં અલ્લુ અર્જુનની સાથે રશ્મિકા મંદાના, ફહાદ ફાસિલ, જગપતિ બાબુ સહિત અનેક સ્ટાર્સ મુખ્ય ભુમિકામાં જોવા મળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech