પોરબંદરમાં કપલોને ટુરમાં લઈ જવાના બહાને હજારો ‚પિયાની થઈ છેતરપિંડી

  • August 24, 2024 02:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરની એક હોટલમાં ત્રણ વર્ષ પહેલાથી અત્યાર સુધીમાં અનેક યુગલોને દેશ વિદેશની ટુર કરાવવાના બહાને લોભામણી સ્કીમ આપીને હજારો ‚પિયાની છેતરપિંડી અને વિશ્ર્વાસઘાત કરતા પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે,જેમાં મુંબઈના ત્રણ ઇસમો સામે ગુન્હો દાખલ થતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોરબંદરના છાંયા પંચાયત ચોકી નજીક ખડા વિસ્તારમાં રહેતી રમાબેન દુદાભાઈ ઓડેદરા નામની ૩૮ વર્ષની મહિલાએ કમલાબાગ પોલીસ મથકમાં એવી ફરીયાદ નોંધાવી છે કે, ત્રણ વર્ષ પહેલા તેના પતિ દુદાભાઈ રામદેભાઈ ઓડેદરા ઘરે આવ્યા ત્યારે પત્ની રમાબેનને એવી વાત કરી હતી કે તેમના મોબાઇલમાં અજાણ્યા ફોન નંબરમાંથી ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે તમારા આ લકી નંબર છે અને અમારી કંપની તમને વિદેશ તથા ભારતમાં જુદી-જુદી જગ્યાએ ટુરમાં લઈ જશે તેના માટે બપોરે કપલમાં હોટલ ખાતે આવો.
આથી રમાબેન અને તેના પતિ દુદાભાઈ બપોરે હોટલમાં ગયા હતા,ત્યારે એક હોલમાં ઘણા બધા કપલ હાજર હતા અને મેકિંગ મેમરી નામની ટુર ટ્રાવેલ્સ કંપનીનો બોર્ડ મારેલો હતો અને તેને આઠથી દસ જેટલા કર્મચારીઓ પણ હાજર હતા અને તેઓ ટ્રાવેલ્સની સ્કીમ સમજાવતા હતા.જેમાં મુંબઈના રાજકુમાર ગુલાબચંદ તિવારી તથા શનાયા ગણેશ ગોવલકર નામના બે ઇસમો ત્યાં આવ્યા હતા અને મેકિંગ મેમોરિયોસ નામની કંપની ચલાવે છે,તેમ જણાવીને હાલમાં કપલ સ્કીમ ચાલુ છે,સાડા ત્રણ લાખ રૂપિયા ભરો તો અમારી કંપની તમને ત્રણ વર્ષ સુધી વિદેશ પ્રવાસમાં લઈ જશે જેમાં એક વર્ષમાં છ દિવસ અને પાંચ રાત્રીનો પ્રવાસ રહેશે તેમ કહેતા આ યુગલે એવું જણાવ્યું હતું કે,એવડી મોટી રકમ નથી,આથી જો ભારતમાં જ પ્રવાસ કરવો હોય તો કપલ સ્કીમ છે ૧૫૦૦૦ ‚પિયા ભરો તો ત્રણ વર્ષ માટે ભારતના કોઈપણ શહેરમાં છ દિવસ અને પાંચ રાત્રીનો પ્રવાસ કંપની કરાવશે, જેનો રહેવા જમવા અને ટ્રાવેલિંગનો તમામ ખર્ચ કંપની ભોગવશે તેમ કહેતા આ કપલ સ્કીમ પસંદ આવતા હા પાડી હતી અને ડેબિટ કાર્ડ આપતા ૧૫.૦૦૦ ડેબિટ કરી લીધા હતા અને તેની સામે મેકિંગ મેમરી સિમ્બોલવાળું એપ્લિકેશન ફોર્મ જી.એસ.ટી. નંબરવાળું હતું તથા ૧૦૦ ‚પિયાના સ્ટેમ્પ ઉપર કરારનામું પણ  કરી આપ્યું હતું અને ત્યારબાદ તેઓ ઘરે જતા રહ્યા હતા.
ત્યારબાદ  પોસ્ટમાં એક પાર્સલ આવ્યું હતું જેમાં મેમ્બરશીપ કાર્ડ અને મેમ્બરશીપ રીસીપ્ટ અને પેમેન્ટ સ્લીપ સહિતના ડોક્યુમેન્ટ હતા,પરંતુ તેમાં લખાયેલા ફોન નંબર ઉપર ફોન કોઈ ઉપાડતું ન હતું આથી ઇમેલ આઇ.ડી.માં ઈમેલ કર્યો હતો,પરંતુ જવાબ મળ્યો ન હતો આથી નક્કી થયું હતું કે હોટલમાં કંપનીના માણસોએ સ્કીમ સમજાવીને છેતરપિંડી કરી છે.
તેથી ફરીયાદી મહિલાએ તપાસ કરતા આ કંપનીના માણસોએ અન્ય અનેક લોકોને પણ આ રીતે છેતર્યા હોવાનું જણાયું હતું જેમાં પોરબંદરના જયુબેલી વિસ્તારમાં રહેતા અનિલભાઈ બચુભાઈ ગોહેલ અને તેમના પત્ની અલ્પાબેન પાસેથી ૪૬ હજાર ‚પિયા તથા પોરબંદરની માધવાણી કોલેજ સામે પરેશનગરમાં રહેતા મેશનાબેન અને તેના પતિ દીપક રતિલાલ થાનકી પાસેથી ૫૦,૦૦૦ ‚પિયા લોભામણી લાલચ આપીને પડાવ્યા હોવાનું જણાયું હતું.
ત્યારબાદ ૨૨ મી ઓગસ્ટના બપોરે ફરીયાદીના મોબાઇલમાં અજાણ્યા નંબરમાંથી ફોન આવ્યો હતો,જેમાં એ નંબર ટુ કોલર માં મુકીને તપાસ કરતા મેક ઇન મેમરીઝ લખાય આવ્યો હતો જેથી ફોન ઉપાડતા એવું કહ્યું હતું કે, તમે લકકી કસ્ટમર છો અને હોટલ ખાતે આવો આથી આ મહિલા અને તેના પતિ હોટલે ગયા ત્યારે ફોર્મ ભરવાનું ચાલુ હતું અને સ્કીમ સમજાવતા હતા તેથી નક્કી થયું હતું કે ત્રણ વર્ષ પહેલાં ટુર ટ્રાવેલ્સને નામે છેતરપિંડી અને વિશ્ર્વાસઘાત કર્યો હતો એ જ કંપનીના માણસો છે અને હજુ બીજા માણસો સાથે પણ છેતરપિંડી અને વિશ્ર્વાસઘાત થઈ રહ્યા છે.ત્યાં ઉપસ્થિત ચેતન ભનુભાઈ મોતીવરસ અને તેના પત્ની નયનાબેન કે જેઓ ખારવાવાડમાં રહે છે તેઓએ પણ કપલ સ્કીમ હેઠળ ૧૭૦૦૦ ‚પિયા તથા યુગાન્ડા રોડ ઉપર રહેતા ઋષિત પી. ગણાત્રા અને તેમના પત્ની સંગીતાબેને પણ એ જ સ્કીમ હેઠળ ૫૦૦૦ ‚પિયા આપ્યા હોવાનું જણાયું હતું 
આથી કમલાબાગ પોલીસ મથક ખાતે આવીને લેખિત અરજી આપી હતી. અને ત્યારબાદ ગુન્હો દાખલ કર્યો છે જેમાં અગાઉની મેકિન મેમરીસ ટુર ટ્રાવેલ્સ તથા હાલ એટીસી ટ્રાવેલ્સ કબ નામની કંપનીના મેનેજર યશવંતસંભાજી પનાળકર તથા રાજકુમાર ગુલાબચંદ તિવારી તથા સનાયા ગણેશ ગોવલકર અને તેમની ટીમ સાથેના બીજા પુરુષ અને સ્ત્રીઓએ એકબીજા સાથે મિલાપીપનું કરીને સંગઠિત થઈ નાણાકીય લાભ મેળવવાના હેતુથી ફરીયાદી અને બીજા લોકો સાથે કપલ સ્કિમના બહાના હેઠળ લોભામણી સ્કીમ આપી હજારો ‚પિયાની છેતરપિંડી કરતા અંતે કમલાબાગ ફરીયાદ દાખલ થતા આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News