પોરબંદરમાં દારૂના ધંધાર્થીને પોલીસ સરકારી વાહનમાં બેસાડતી હતી ત્યારે ફરજમાં થઈ રૂકાવટ

  • August 31, 2024 03:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરના વિરડીપ્લોટમાં આવેલા વણકરવાસ વિસ્તારમાં દા‚ના ધંધાર્થીને પોલીસ સરકારી વાહનમાં ધરપકડ કરીને લઈ જતી હતી,ત્યારે તે આરોપીની પત્ની,પુત્ર અને પુત્રવધુએ આ પોલીસ કર્મચારી સાથે ઝપાઝપી કરતા ફરજમાં ‚કાવટ સહિતની કલમો હેઠળ પોલીસ ફરીયાદ દાખલ થઈ છે.
પોરબંદરના કિર્તિમંદિર પોલીસની સર્વેલન્સ સ્ટાફમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતા કિશોર માલદેભાઈ શિંગરખીયા નામના યુવાન દ્વારા એવી પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે કે, તેઓ તથા પોલીસ કોન્સ્ટેબલ જય રમેશભાઈ,હોથી અરજણભાઈ વગેરે વિરડીપ્લોટના વણકરવાસમાં ટાંકણી પુલ પાસે પહોંચ્યા ત્યારે એવી બાતમી મળી હતી કે,કરશન ઉગા સાદીયા નામનો ઈસમ પોતાના મકાનમાં દેશીદા‚નું વેચાણ કરી રહ્યો છે,આથી પોલીસે તાત્કાલિક ત્યાં જઈને દરોડો પાડતા કરશન ઉગા સાદીયા એ તેના ‚મમાં દા‚ ભરેલું પ્લાસ્ટિકનું બાચકું રાખ્યું હતુ,જેમાંથી ૩૫ જેટલી કોથળી દા‚ની મળી આવી હતી,૭૦૦ ‚પિયાનો આ દા‚ પોલીસે કબ્જે કરી લીધો હતો અને ત્યારબાદ આ કરશન ઉગા સાદીયાની વિધિવત રીતે ધરપકડ કરીને સરકારી વાહનમાં બેસાડવામાં આવતો હતો.
ત્યારે કરશનના પત્ની નિમુબેન, પુત્ર ધવલ અને ધવલની પત્ની આશિયાના એમ ત્રણેય જણા દોડીને ફરીયાદી પોલીસ કોન્સ્ટેબલ કિશોર શીંગરખીયા પાસે આવી પહોંચ્યા હતા એ દરમિયાન આરોપી કરશન ઉગા સાદીયા પણ મોટા અવાજે બોલવા લાગ્યો હતો અને ત્યારબાદ ચારેય વ્યક્તિઓ પોલીસ સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા અને આરોપી કરશનને છોડાવી લઈ જવાની કોશિશ કરી હતી,આથી પોલીસે તેની સામે કાયદેસરની ફરજમાં ‚કાવટનો ગુન્હો નોંધ્યો હતો,તે ઉપરાંત કરશન ઉગા સાદીયા સામે પ્રોહીબિશનની અલગથી ફરીયાદ કરી હતી અને તેની સામે બે ગુન્હા નોંધ્યા હતા ઉલ્લેખનીય છે કે,પોરબંદરના વિરડીપ્લોટના આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં દા‚નું ઉત્પાદન અને વેચાણ થઈ રહ્યું છે અને તે અંગેની લેખિત ફરીયાદો રેન્જ આઇ.જી. સુધી કરવામાં આવી હોવા છતાં પોલીસ દ્વારા કડક પગલાં ભરવામાં આવતા નથી ત્યારે હવે પોલીસ ઉપર જ હુમલો થયો છે.
તેથી હવે પોલીસ કડક બનીને દા‚ની બદીને નાથવા માટે મેદાને આવે અને કડક ગણાતા જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા આ વિસ્તારમાં દા‚ની બદીને કાબુમાં લે તેવું લોકો ઈચ્છી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application