પોરબંદરના પાંડાવદર ગામે પી.જી.વી.સી.એલ.ના જુનિયર આસીસ્ટન્ટ એવા મહિલા કર્મચારી અને અન્યકર્મચારીઓ ગ્રામ પંચાયતના બીલની રીકવરી કરવા માટે ગયા હતા જ્યાં ગ્રામપંચાયતના સ્ટ્રીટલાઇટના કનેકશનના પૈસા બાકી હોવાથી તલાટીમંત્રીને પૂછતા તેણે પૈસા નથી તેમ જણાવી દેતા નિયમ પ્રમાણે આ મહિલા કર્મચારી અને ટીમે કનેકશન કાપી નાખતા અચાનક ધસી આવેલા સરપંચ અને તેના બે સાગરીતોએ હોદ્ાની ગરિમાને નેવે મૂકીને મહિલાને વાળ પકડીને ઢસડી હતી અને માર માર્યો હતો એટલું જ નહી પરંતુ અન્ય કર્મચારીને પણ માર મારતા બંનેને સારવાર માટે સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે લવાયા હતા અને સરપંચ સહિત તેના બે સાગરીતો સામે ફરજમાં કાવટ સહિતની કલમો હેઠળ ગુન્હો દાખલ થતા ચકચાર જાગી છે.
વીજતંત્રની ટીમ નીકળી બીલ રીકવરી માટે
પોરબંદરના જ્યુબેલીપ્લોટમાં પંચાયત કુવા વિસ્તારમાં રહેતા અને છેલ્લા ચાર વર્ષથી બગવદર પી.જી.વી.સી.એલ.ના સબડિવિઝનમાં જુનીયર આસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા જાગૃતિબેન મનીષભાઇ મોઢા નામના ૪૪ વર્ષના મહિલા કર્મચારીએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેમને બગવદર સબડીવિઝનના વિસ્તારમાં આવતા વીજગ્રાહકોના બીલની રીકવરી અને ઓફિસવર્કની કામગીરી કરવાની હોય છે. ગઇકાલે સવારે તેઓ કચેરી પર ગયા ત્યારે બીલની રીકવરી માટે અને અલગ અલગ ગામના કનેકશન કાપવા માટેના મેમોની બજવણી કરવા માટે સરકારની ગાડી લઇને નીકળ્યા હતા. તેમા તેમની સાથે અન્ય જુનીયર આસીસ્ટન્ટ મનોજભાઇ કોડીયાતર, ઇલેકટ્રીક આસીસ્ટન્ટ જીત સુરેશભાઇ મોઢા તથા આઉટ સોર્સ ડ્રાઇવર લખમણભાઇ ઓડેદરા વગેરે ભારવાડા, કાટવાણા અને ત્યાંથી પાંડાવદર ગામે ગયા હતા.
પાંડાવદર ગ્રામપંચાયતમાં મંત્રીનો જવાબ
જાગૃતિબેન મોઢાએ ફરિયાદમાં વધુમાં જણાવ્યુ હતુ કે પાંડાવદર ગ્રામ પંચાયતની સ્ટ્રીટલાઇટના બાકી પૈસા અંગેનો મેમો હોવાથી ગ્રામ પંચાયત સામે ગાડી ઉભી રાખીને તેઓ તથા મનોજભાઇ અને જીતભાઇ ઓફિસમાં ગયા હતા તે સમયે ત્યાં પાંડાવદરના તલાટીમંત્રી હાજર હતા અને જાગૃતિબેને કહ્યુ હતુ કે, ‘તમારી પંચાયત ઓફિસના સ્ટ્રીટલાઇટના કનેકશનના પૈસા બાકી છે. તમે અત્યારે પૈસા ભરપાઇ કરી શકશો કે કેમ?’ તેમ પૂછતા મંત્રીએ એવું જણાવ્યુ હતુ કે, ‘પંચાયતના એકાઉન્ટમાં પૈસા નથી તેથી અમે ચેક આપી શકીએ નહીં’ આથી જાગૃતિબેને‘અમો પંચાયતનું સ્ટ્રીટલાઇટનું કનેકશન કાપી નાખીએ છીએ’ તેમ કહેતા તલાટીમંત્રીએ ‘તમારે નિયમમાં આવતુ હોય તે પ્રમાણે કરી શકો છો.’ તેમ જવાબ આપ્યો હતો.
કનેકશન કાપ્યુ
તલાટીમંત્રીએ પૈસા આપવાનો ઇન્કાર કરી દેતા પોતાની ફરજના ભાગપે જાગૃતિબેને અને તેમની ટીમે પાંડાવદર ગ્રામપંચાયતનું પી.જી.વી.સી.એલ.નું સ્ટ્રીટલાઇટનું કનેકશન પોલથી ડીસકનેકટ કરી નાખ્યુ હતુ.
સરપંચે ફોન પર વાત કરી
કનેકશન કાપ્યાબાદ જાગૃતિબેન અને કર્મચારીઓ નીકળ્યા ત્યારે ચોકમાંથી એક દુકાનવાળો ત્યાં આવ્યો હતો અને ‘તમે કનેકશન કાપતા નહીં, હું સરપંચને બોલાવુ છું’ તેમ કહી સરપંચને ફોન કર્યો હતો. જાગૃતિબેને ફોન પર સરપંચને જણાવ્યુ હતુ કે ‘તમે અમારા ઉપરી અધિકારી સાથે વાત કરી લો’ આથી સરપંચે એવુ કહ્યુ હતુ કે ‘તમે ત્યાં રહો હું આવું છું.’ તે દરમ્યાન પી.જી. વી.સી.એલ. બગવદરની ઓફિસેથી જાગૃતિબેનને જણાવાયુ હતુ કે, ‘તમે ત્યાંથી નીકળી જાવ’ એ દરમ્યાન ગામના માણસો એકત્ર થઇ ગયા હતા અને દુકાનવાળાએ જણાવ્યુ હતુ કે, ‘તમે અહીંથી કયાંય જતા નહીં હમણા સરપંચ આવશે’ તેમ કહ્યુ હતુ.
સરપંચ અને બે અજાણ્યા માણસોએ કર્યો સીધો હુમલો
એ દરમ્યાન પાંડાવદર ગામનો સરપંચ ધર્મેન્દ્રસિંહ જેઠવા તેની સાથે બે અજાણ્યા માણસો આવી પહોંચ્યો હતો અને કોઇપણ પ્રકારની વાત પૂછયા વગર જુનિયર આસીસ્ટન્ટ મનોજભાઇ કોડીયાતરને ઝાપટના ત્રણ ઘા ગાલ ઉપર મારી દીધા હતા અને ગાળો બોલવા લાગ્યો હતો. ત્યારબાદ એ ત્રણે ઇસમો જાગૃતિ પાસે આવ્યા હતા અને તેમને વાળ પકડીને નીચે પછાડી દીધા હતા અને રોડ પર ઢસડીને ગાલ પર ઝાપટના ત્રણ ઘા માર્યા હતા અને ગાળો બોલવા લાગ્યા હતા.
કુવામાં ફેંકી દો
એ દરમ્યાન સરપંચ ધર્મેન્દ્રસિંહ જેઠવા સાથે આવેલા બે અજાણ્યા માણસોએ એવું કહ્યુ હતુ કે, ‘આ બંનેને કુવામાં ફેંકી દો’ સરપંચ ધર્મેન્દ્રસિંહે એવુ કહ્યુ હતુ કે બીજી વખત આ ગામમાં આવીશ તો મારી નાખશું’
અડવાણામાં લીધી પ્રાથમિક સારવાર
ત્યારબાદ એ લોકોથી બચીને જાગૃતિબેન મનીષભાઇ મોઢા અને કર્મચારીઓ સીધા તેમની ઓફિસે ગયા હતા અને ડેપ્યુટી એન્જીનીયર એન.એચ. વિસાણાને બ મળીને બનાવની વાત કરી હતી. ત્યાર પછી અડવાણાના સી.એચ.સી. કેન્દ્ર ખાતે સારવાર લીધી હતી.
પોરબંદર લવાયા
અડવાણામાં પ્રાથમિક સારવાર મેળવ્યા બાદ વધુ સારવાર માટે પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે લાવવામા આવ્યા હતા જ્યાં બંનેની સારવાર ચાલુ છે અને પોલીસ કાફલો ઉપરાંત પી.જી.વી.સી.એલ.ના કર્મચારીઓ પણ દોડી આવ્યા હતા અને ત્યાંથી જાગૃતિબેને આ મુદ્ે ગામના સરપંચ ધર્મેન્દ્રસિંહ જેઠવા સહિત અજાણ્યા બે ઇસમો સામે ફરજમાં કાવટ સહિતની કલમો હેઠળ ગુન્હો દાખલ કરાવ્યો છે અને બગવદર પોલીસમથકના પી.એસ.આઇ. આશિષભાઇ બારાએ આગળની તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : નિવૃત પોલીસ પુત્ર દ્વારા ચલાવવામાં આવતો દેહવ્યાપાર ઝડપી પાડતી પોલીસ
April 01, 2025 05:44 PMનવરાત્રીના ત્રીજા દિવસે પ્રસાદ માટે બનાવો શીરો, જુઓ રેસીપી
April 01, 2025 05:07 PMઉનાળામાં પહેરો આ રંગના કપડાં, ઠંડકનો અનુભવ થશે અને મળશે પરફેક્ટ લુક
April 01, 2025 04:38 PMજો એક મહિના માટે ડુંગળી અને લસણ ખાવાનું બંધ કરી દો, તો શરીરમાં કોઈ ફેરફાર જોવા મળશે?
April 01, 2025 04:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech