નવરાત્રીમાં આખી રાત ગરબે ઘુમી શકાશે: હર્ષ સંઘવી

  • September 28, 2024 02:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


નવરાત્રિ દરમિયાન ખેલૈયાઓ સવારો સવાર ગરબા રમી શકશે એમ ‘આજકાલ’ સાથેની ટેલિફોનિક વાતચિતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે, લાઉડ સ્પીકર વગર અન્યને ડિસ્ટર્બન્સ ન થાય તે રીતે મોડે સુધી ગરબા સામે પોલીસ પગલાં નહીં લે. ગયા વર્ષે પણ અમે બે વાગ્યા સુધી લોકો ગરબે રમી શકે તેવી છૂટ આપી હતી તેની સામે કોંગ્રેસે રીટ કરી હતી.
આ વખતે દસ એ દસ દિવસ આખી રાત ગરબા રમી શકાશે એટલે કે સવારે પાંચ વાગ્યા સુધી પણ ગરબા રમી શકાશે તેમ તેમણે જણાવ્યું હતું.
ગુજરાતમાં અવારનવાર નવરાત્રીના સમયગાળા દરમિયાન ગરબા રમવાના મામલે અવારનવાર વિવાદ થાય છે. ગુજરાતમાં ગરબા મહોત્સવ માટે રાજ્ય સરકારે રાત્રે 12 વાગ્યા સુધીનો સમય નિર્ધિરિત કર્યો છે, પરંતુ રાજ્ય સરકારને વિશેષ અધિકાર છે કે, તે સમયમયર્દિા વધારી શકે છે.
આ માટે રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સલાહ લઈને સરકાર કેટલાક નિયમો અને શરતો લાગુ કરીને આ નિર્ણય કરી શકે છે.
ગૃહ રાજ્યમંત્રીએ આજકાલને જણાવ્યું હતું કે, મોડે સુધી ગરબા રમવાની છૂટ આપવામાં આવી છે ત્યારે પોલીસને નાગરિકો સહકાર આપે તેવી અમને અપેક્ષા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application