નડિયાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તિરંગો ફરકાવી કરી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી, પાઠવી પ્રજાજનોને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા

  • August 15, 2024 09:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નડીયાદમાં તિરંગો લહેરાવીને કરી હતી. આ પહેલા નડિયાદ પહોંચીને સરદાર સાહેબના જન્મ સ્થળની મુલાકાત લીધી હતી.  મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પ્રજાજનોને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા પાઠવી જણાવ્યુ કે, આઝાદીના સાડા સાત દાયકા પૂર્ણ કરીને આપણો ગૌરવ વંતો દેશ સ્વતંત્રતાની શતાબ્દી તરફ આગે કદમ ભરી રહ્યો છે. આપણને આઝાદી અપાવનારા રાષ્ટ્ર વીરોનું ભારત માતાને વિશ્વ ગુરુ બનાવવાનું સ્વપ્ન હવે સાકાર થઈ રહ્યું છે.

આજે દેશમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થઇ રહી છે. આજે હર ઘર તિરંગા અભિયાનમાં ગુજરાત ઉમંગથી જોડાયુ છે. દેશભક્તિના તમામ કાર્યક્રમોમાં ગુજરાત અવ્વલ રહ્યું છે. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનો મંત્ર છે. રાજ્યમાં નવા વેપાર ધંધાની અનેક તકો ઉભી થઇ છે.


મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યુ કે, નરેન્દ્રભાઈએ સર્વગ્રાહી વિકાસનો પાયો નાખ્યો છે. સૌનો સાથ, સૌનો વિકાસનો નારો દેશવ્યાપી બન્યો છે. ભારતમાં વિશ્વમાં પાંચમી અર્થવ્યવસ્થા બની છે. 2047 સુધીમાં ભારત વિકસિત રાષ્ટ્ર બનશે. ગુજરાતે સવા સાત કરોડ વૃક્ષો વાવ્યા છે.


આજે નડીયાદમાં રાજ્યકક્ષા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામા આવી છે, નડિયાદના પરેડ ગ્રાઉન્ડ લાખોની સંખ્યામાં લોકો આ હર્ષના પર્વમાં જોડાયા છે. સીએમ પટેલે ભાષણમાં કહ્યું મહાત્મા ગાંધી અને સરદાર પટેલને વંદન છે. સરદાર પટેલે અખંડ ભારતનું નિર્માણ કર્યુ છે. સરદાર પટેલે કુનેહપૂર્વક એક ભારતનું નિર્માણ કર્યુ છે. દેશવાસીઓએ વિકાસની વાત અને વિકાસની રાજનીતિને સતત વધાવી છે. 140 કરોડ ભારતવાસીઓ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પુન: વિશ્વાસ મૂક્યો છે, સતત ત્રીજીવાર દેશનો સુકાન નરેન્દ્ર મોદીને સોંપ્યું છે




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application