મોરબીના લાતી પ્લોટ શેરી ૬ માં યુવકે વ્યાજખોરની પઠાણી ઉઘરાણીથી કંટાળીને ફિનાઈલ પી લેતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબીના રવાપર ધુનડા રોડ પર રહેતા અમીતભાઇ રમેશભાઈ કાનાણીએ આરોપી ભોલુ જારીયા વિરુદ્ધ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, એક વર્ષ પહેલા અમિતભાઈએ ટાટા મેક્સી (છોટાહાથી) જીજે.૩૬.વી.૨૩૨૮ વાળુ હપ્તેથી ખરીધ્યું હતું. પરંતુ અમિતભાઈ પાસે હપ્તો ભરવાના પૈસા ન હોય જેથી આરોપી ભોલુ પાસેથી રૂપીયા ૨૫,૦૦૦ માસીક ૧૦ ટકા વ્યાજે લીધા હતા. અને તેના બદલામાં આરોપીને અમિતભાઈએ પોતાનું ટાટા મેક્સી વાહન આપ્યું હતું.
ભોલુ જારીયાએ ટાટા મેક્સી વાળુ પરત મેળવવા રૂ.૨૫,૦૦૦ને બદલે રૂ.૩૫,૦૦૦ આપવા રૂપીયા ૧૦,૦૦૦ એક રાતનુ વ્યાજ ચડી ગયેલ છે. તેવું જણાવી અમિતભાઈ ને બેફામ ગાળો આપી વધુ રૂપિયાની ઉઘરાણી કરી હતી અને જો અમિતભાઈ પૈસા નહીં ચૂકવે તો તેમને ધ્યાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
જે બાદ આરોપી ભોલું દ્વારા સતત અમિતભાઈ પર ત્રાસ ગુજારવામાં આવી રહ્યો હતો અને વધુ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવામાં આવી હતી. અમિતભાઈ પાસે વધુ રૂપિયા ન હોય અને આરોપી ભોલુના ત્રાસથી કંટાળી ટેન્શનમાં આવી ગયેલા અમિતભાઈએ મોરબી શહેરમાં લાતીપ્લોટ-૬ વાળી શેરીમા જઈને પોતાના મિત્રને ફોન મારફતે જાણ કરી હતી કે તેઓ આરોપી ભોલુના ત્રાસથી કંટાળીને ફીનાઇલ પી રહ્યા છે. તેવુ કહીને ફોન કટ કરી નાખ્યો હતો અને ફિનાઈલ ગટગટાવી લીધું હતું. અલબત્ત અમિતભાઈને ઉલટી ઉબકા થતા તેઓ જમીન પર ફસડાઈ પડ્યા હતા અને ત્યાંથી પસાર થતા રીક્ષા ચાલકે અમિતભાઈને નિહાળી જઈ તેમને સારવાર અર્થે પોતાની રિક્ષામાં બેસાડીને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કર્યા હતા. હાલ અમિતભાઈ સારવાર હેઠળ છે.જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ
April 03, 2025 03:39 PMકુંભારવાડામાં લોખંડના ભંગારની દુકાનમાં ચોરી
April 03, 2025 03:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech