માંગરોળ તાલુકાના મેખડી ગામે વસુંધરાની વાણી અંતર્ગત ભજનોની સુરાવલીનો કાર્યક્રમ યોજાયો હતો. માંગરોળ તાલુકાના મેખડી ગામે ‘વસુંધરા વાણી’-૨૦૨૪ અંતર્ગત રાષ્ટ્રીય ભજનિકોએ સુગમ સંગીતના સથવારે ભજનો સુરાવલી વહાવી હતી.ઘેડ પંથકના રળિયામણા નાના એવા મેખડી ગામમાં રાષ્ટ્રીય ભજનિકો અને ગાયકોએ ભજન અને સંતવાણીમાં માંગરોળ તાલુકાના મેખડી ગામે ભવ્ય આયોજન ગોઠવ્યુ હતુ.ભજન અને સંતવાણીના વિશાળ સમિયાણા સાથે આયોજીત થયેલા કાર્યક્રમમા સતી તોરલના વાયક તેમજ મીરાંબાઈના ભજનોની સુરધારાને વ્યાખ્યા સાથે પ્રસ્તુત કરનાર મેખડી ગામનાં જીવતીબેન કારાભાઈ ડાકી પસંદગી થયા હતા.મેખડી ગામના સરપંચ વિરમભાઈ ઓડેદરાએ આ કાર્યક્રમમાં ઉદારતાપુર્વક સહભાગી બની ગામની સંત સેવા દાસ વિદ્યાલયમાં બહોળી સંખ્યામાં લોકોએ ભજન અને ભોજનમાં સહભાગી થયા હતા.
મેખડી ગામના યુવા સરપંચ વિરમભાઈ ઓડેદરા સહિત ગામના અગ્રણીઓ તેમજ ગ્રામજનો ભજનોની સુરાવલીથી અભિભુત થયા હતા.રાષ્ટ્રીય સ્તરે પંકાયેલા કબીર યાત્રાના યાત્રી શબનમ વિરમાની, બંગાળી ભજન પરંપરાના ઉપાસક લક્ષ્મણદાસ બાઉલ તથા ધરતીના ગાયક તરીકે ખ્યાતિ પ્રાપ્ત મુરાલાલ કચ્છની તેમજ ગુજરાતી ભાષાના નવલકથાકાર ‘સમુદ્રાન્તિકે’ના ધૃવ ભટ્ટના આગમન થી ભજન, ભક્તિ સાથે મેખડી ગામમાં વિશિષ્ટ સાંસ્કૃતિક વાતાવરણનું નિર્માણ થયુ હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદરેડ ફેસ-૨માં પિત્તળ અને રોકડ મળી ૩.૫૫ લાખના મુદામાલની ચોરી
January 23, 2025 06:16 PMજામનગરના બર્ધનચોકમા તંત્રની ફરી કાર્યવાહી, ટ્રાફિકને અડચણરૂપ દબાણોને દુર કરાયા
January 23, 2025 06:09 PMધ્રોલ પંથકમા થયેલી વીજતારની ચોરીમાં બે ઝડપાયા
January 23, 2025 05:57 PMટ્રમ્પના બર્થરાઇટ સિટીઝનશિપમાં ફેરફાર કરવાના નિર્ણયથી ભારતીય મહિલાઓ સમય પહેલા બાળકોને જન્મ દેવા આતુર
January 23, 2025 05:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech