જુનાગઢ પોલીસ દ્રારા શહેરના વિવિધ વિસ્તારોમાં ગુન્હા ઈત પ્રવૃત્તિ માં સંડોવાયેલા અને નાસ્તા ફરતા ઇસમોને ઝડપી લેવા સંવેદનશીલ વિસ્તારોમાં ૧૮ ટીમો બનાવી મેગા કોમ્બિંગ હાથ ધયુ હતું. તપાસ દરમિયાન પોલીસે પ્રોહિબીશન, નાસ્તા ફરતા, નંબર પ્લેટ વગરના વાહનો, બિન જામીન લાયક વોરંટના આરોપી તથા હથિયારો સાથે કરતા ૧૪૩ આરોપીઓને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
એસપી હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી હિતેશ ધાંધલીયા ના નિદર્શન હેઠળ એલસીબી પીઆઇ પટેલ, એસ ઓ જી પી આઈ ચાવડા, એ ડિવિઝન પીએસઆઇ સાવજ, બી ડિવિઝન પીએસઆઈ ગઢવી,સી ડિવિઝન પી.એસ.આઇ વણઝારા સહિતના વિવિધ પોલીસ ૧૮ ટીમો બનાવી ૨૭૮ પોલીસ કર્મીઓ દ્રારા શહેરના પંચેશ્વર, દાતાર રોડ, હર્ષદ નગર, કડીયાવાડ, સુખનાથ ચોક, જમાલવાઙી, ગાંધીગ્રામ, પ્રદીપ ના ખાડિયા, ધરમ અવેડા સહિતના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધયુ હતું ચાર ટીમ પેટ્રોલિંગ તથા સુપરવાઇઝન માટે રાખવામાં આવી હતી અને આ કોમ્બિંગ દરમિયાન હથિયાર સાથે ૯, નંબર પ્લેટ વગરના અને ફેન્સી નંબર પ્લેટ વાળા વાહનો ચલાવતા ૨૨, દા ના ગુન્હામાં સંડોવાયેલા ૩, વિવિધ ગૂન્હાઓમાં નાસ્તા ફરતા ૯૯ આરોપીઓ ઝડપયા હતા. આ ઉપરાંત મજેવડી દરવાજા ખાતે ડિમોલેશન કામગીરી દરમિયાન પોલીસ પર હત્પમલો થયો હતો અને આ હત્પમલામાં ફરાર સલીમ સાંધ, સાહિલ ઉર્ફ શહેબાઝ ખાન બલોચ, રિઝવાન આરબ તથા અન્ય ચાલુ તપાસના લખણસી ઉર્ફે લખન ઓડેદરા, સુરેશભાઈ સોંદરવા, ઈકબાલ પડાયા, યુનિસ સુમરા, જમાલ કુરેશી, રામા મોકરીયા અને ગોવિંદ ઉર્ફે અબલુ મોરી એમ મળી કુલ ૧૪૩ શખ્સોને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. શહેરમાં કાળા કાચ વાળી ગાડીનું બિન્દાસ્ત ડ્રાઇવિંગ શહેરમાં કાળા કાચની ગાડી અનેક વિસ્તારોમાં ફરી રહી છે.ત્યારે પોલીસ તત્રં દ્રારા કોમ્બિંગની સાથે કાળા કાચ લગાવેલી કારને ઝડપવા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળીયાની હાઈવે પર આવેલ મઢુલી હોટલ પર લૂખા તત્વોનો અંદરો અંદર ડખો
March 31, 2025 06:35 PMરીક્ષા ચાલક યુવાનની હત્યા કેસના આરોપીને પકડવામાં પોલીસ સફળ..
March 31, 2025 06:05 PMધ્રોલ તાલુકાના ધ્રાંગડા ગામ ની સીમમાં ખનીજ ચોરી નું મસ્ત મોટું કૌભાંડ..
March 31, 2025 05:37 PMજામનગરમાં ચેઈન સ્નેચિંગના આરોપીઓ ઝડપાયા
March 31, 2025 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech