નાણા પ્રધાન નિર્મલા સીતારમણ આવતા મહિને મોદી ૩.૦ નું પ્રથમ વાર્ષિક બજેટ રજૂ કરશે ત્યારે સરકારનો આર્થિક એજન્ડા રજૂ કરે તેવી શકયતા છે. ચૂંટણી પછીના પૂર્ણ બજેટમાં તેમણે ફુગાવો વધે નહીં તેમ વૃદ્ધિને વેગ આપવાનાં પગલાં તેમજ ગઠબંધન સરકારની મજબૂરીને પહોંચી વળવા માટે સંસાધનો શોધવા પડશે. તેમની આર્થિક કાર્યસૂચિમાં ભારતને નજીકના ભવિષ્યમાં ૫–ટિ્રલિયન ડોલરનું અર્થતત્રં બનાવવા અને ૨૦૪૭ સુધીમાં દેશને 'વિકસીત ભારત'માં ફેરવવા માટે ઝડપી સુધારાના પગલાંનો સમાવેશ થશે.
ગયા અઠવાડિયે, આરબીઆઈએ ગ્રામીણ માંગમાં સુધારો અને મધ્યસ્થ ફુગાવાના પગલે ચાલુ નાણાકીય વર્ષમાં અર્થતત્રં ૭.૨ ટકા વૃદ્ધિનો અંદાજ મૂકયો હતો. નવી સરકારને નાણાકીય સમજદારી સાથે મજબૂત અર્થતત્રં વારસામાંમળ્યું છે. અને લટકામાં રીઝર્વ બેંક દ્રારા . ૨.૧૧ લાખ કરોડનું વધુ ડિવિડન્ડપણ કેન્દ્ર સરકારને આપવામાં આવ્યું છે.
મોદી ૩.૦ સરકારની મુખ્ય નીતિ અગ્રતાઓમાં કૃષિ ક્ષેત્રમાં તણાવ સાથે વ્યવહાર, રોજગારીનું સર્જન, મૂડીરોકાણની ગતિને ટકાવી રાખવા અને રાજકોષીય એકત્રીકરણના માર્ગ પર રહેવા માટે આવક વૃદ્ધિને આગળ ધપાવવાનો સમાવેશ થશે.
રેટિંગ એજન્સી એસ એન્ડ પી એ પહેલાથી જ સાર્વભૌમ રેટિંગ આઉટલૂકને સકારાત્મકમાં અપગ્રેડ કરીને છેલ્લા ૧૦ વર્ષેામાં મોદી શાસન દ્રારા અનુસરવામાં આવેલી આર્થિક નીતિઓને વખાણી છે. જો સરકાર તેના રાજકોષીય ખાધના રોડમેપને વળગી રહે તો તેણે આગામી ૧–૨ વર્ષમાં સંભવિત રેટિંગ અપગ્રેડનો પણ સંકેત આપ્યો છે કરવેરાની આવકમાં ઉછાળો જોવા મળી રહ્યો છે ત્યારે, કરવેરા સિવાયની આવક એ એક પડકાર છે કારણ કે વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટ લગભગ એક નોન–સ્ટાર્ટર રહ્યું છે જેમાં એર ઈન્ડિયા સિવાય કોઈ મોટીસરકારી કમ્પનીનું વ્યૂહાત્મક વેચાણ હમણા થાય તેમ નથી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅયોધ્યા: ભગવાન સૂર્યએ રામલલાના કપાળ પર તિલક લગાવ્યું,ભવ્ય રીતે શણગારવામાં આવી રામનગરીને
April 06, 2025 12:16 PMપીએમ મોદીની મુલાકાત બાદ બાંગ્લાદેશનું વલણ બદલાયુ, હવે હિન્દુઓની સુરક્ષા માટે સેના ઉતારવામાં આવી
April 06, 2025 10:36 AMઅયોધ્યામાં રામલલ્લાની જન્મજયંતિના ઉત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા
April 06, 2025 10:24 AMપીએમ મોદી આજે રામેશ્વરમમાં નવા પંબન રેલ બ્રિજનું ઉદ્ઘાટન કરશે
April 06, 2025 09:07 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech