જામનગરમાં આજે તાજીયા આવશે પડમાં...!: કતલની રાત: કાલે યૌમે આશુરા

  • July 16, 2024 12:11 PM 

કરબલાના મેદાનમાં સત્ય અને ન્યાય માટે પોતાની જાન ન્યોઝાવર કરનાર પહઝરત ઇમામ હુસૈનથ ની યાદમાં દર વર્ષે ઇસ્લામીક કેલેન્ડર ના પ્રથમ માસ મહોરમમાં સમગ્ર વિશ્વ ના મુસ્લિમો દ્વારા કરબલાના શહીદોની યાદમાં મહોરમ પર્વ નિમિતે તકરીર, ન્યાઝ તેમજ તાજીયા કાઢી માતમ મનાવવામાં આવતું હોય છે. ત્યારે જામનગર શહેર ઉપરાંત જીલ્લામાં ઠેર-ઠેર તકરીર, આમ ન્યાઝ સહિતના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહી માતમના આ પર્વની ઉજવણી કરી રહ્યા છે. જ્યારે ગત રાત્રે 8 મોહરમ એટલે કે રાત માનવામાં આવે છે. આ કે રાત હોય ત્યારે જામનગર શહેરના દિપક ટોકીજ રોડ નજીક સિદ્દી જમાતના યુવાન દ્વારા ઢોલના તાલ પર પરંપરાગત ધમાલ લેવાઇ હતી. ત્યારે પરંપરાગત ધમાલ નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સિદ્દી જમાત ની પરંપરાગત ધમાલ જે ઢોલ ના તાલ સાથે લેવાઇ હતી તે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. દરમ્યાન આજે મહોર્રમની નવમી તારીખ હોવાથી તાજીયા પળમાં આવશે, આખી રાત નિયત ટ પર ફરશે અને આવતીકાલે યૌમે આશુરાનો દિવસ છે, રાત્રે તાજીયા ટાઢા થશે અને આ સાથે માતમના પર્વ મહોર્રમ માસની પૂણર્હિુતિ થશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News