ધ્રોલ તાલુકાના ખાખરા, મોટી લાખાણી, હડમતીયા, માજોઠ, ગઢડા, હાડાટોડા, રાજપર ગામોમાં ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપને નો એન્ટ્રીના લાગ્યા બેનર
રાજકોટ ભાજપ લોકસભાના ઉમેદવાર પરસોત્તમભાઇ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિશે ઉચ્ચારેલ શબ્દો સામે ક્ષત્રિય સમાજનો રોષ યથાવત રહેવા પામ્યો છે, બે દિવસ પહેલા ગોંડલ ખાતે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ દ્વારા યોજાયેલ બેઠકમાં પુષોતમ પાલા દ્વારા માફી માગ્યા બાદ પણ જામનગર તેમજ દ્વારકા જિલ્લામાં ક્ષત્રિય સમાજનો રોષ યથાવત રહેવા પામ્યો છે.
જામનગર શહેરમાં ક્ષત્રિય સમાજ દ્વારા રાજપૂત સમાજ ખાતે બેઠક યોજાઇ હતી, જેમાં જામનગર ક્ષત્રિય સમાજના હોદ્દેદારો અને બહોળી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા, રાજકોટ ભાજપના લોકસભાના ઉમેદવાર પાલાની ટીકીટ રદ્દ કરવા માંગણી કરવામાં આવી હતી.
ખંભાળીયાનો અહેવાલ
દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયા ખાતે પણ રાજપૂત સેવા સમાજ ખંભાળીયા તાલુકાની બેઠક યોજાઇ હતી, જેમાં બહોળી સંખ્યામાં હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને જિલ્લા કલેકટર તેમજ પોલીસ અધિક્ષકને રૂપાલા વિઘ્ધ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, આ આવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરૂષોતમ રૂપાલા દ્વારા જે વાહીયાત ટીપ્પણી સમાજના રજવાડાઓ અને બહેન, દિકરીઓ માટે કરવામાં આવી છે તે બાબતે સમસ્ત રાજપૂત સમાજમાં રોષની લાગણી વ્યાપી છે, જામખંભાળીયા રાજપૂત સમાજ પુરૂષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ્દ કરવાની માંગણી કરે છે, અન્યથા સમગ્ર દેશમાં દરેક લોકસભાની સીટ પર જ્યાં જ્યાં ક્ષત્રિય સમાજનું મતદાન થશે ત્યાં ભાજપ વિઘ્ધ મતદાન કરવાના પ્રયત્નો કરશે. જેની ગંભીર નોંધ લેવા આવેદનમાં જણાવાયું છે.
લપુરનો અહેવાલ
રાજપૂત યુવા શક્તિ સંગઠ્ઠન, લાલપુર દ્વારા પુરૂષોતમ રૂપાલાની ઉમેદવારી રદ્દ કરવાની માંગ સાથે પોલીસ સબ ઈન્સ્પેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવવામાં આવ્યું છે કે, રાજકોટ લોકસભા ર0ર4 ની ચૂંટણીના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા કોમી ધાર્મિક લાગણી દુભાઇ અને સુલેહ શાંતિનો ભંગ થાય, તે પ્રકારના પ્રવચનો સોશ્યલ મીડીયામાં ઓડીયો અને વિડીયો ફરી રહ્યો છે, જેમાં ક્ષત્રિય સમાજ વિશે અપમાનજનક ભાષણ કરવામાં આવેલ છે, જેને લીધે સમગ્ર ક્ષત્રિય સમાજની લાગણીને ઠેસ પહોંચી છે અને રાજા, મહારાજાને ઉતારી પાડવાના ઉચ્ચારણો પણ કરવામાં આવ્યા છે. આ બાબતે પુષોતમ પાલા સામે ગુનો દાખલ કરી યોગ્ય કાર્યવાહી કરવા જણાવાયું છે.
ધ્રોલનો અહેવાલ
પાલા વિશે ધ્રોલ શહેર તેમજ ગામડાઓમાં પણ કથિત ઉચ્ચારણથી રોષની લાગણી જોવા મળી રહી છે, ધ્રોલ શહેરમાં રાજપૂત સંગઠ્ઠન દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, તેમની ઉમેદવારી રદ્દ કરવાની માંગ કરવામાં આવી છે, તેમજ ધ્રોલ તાલુકાના ખાખરા, માજોઠ, ગઢડા, રાજપર સહિતના ગામડાઓમાં જ્યાં સુધી રૂપાલાની ટીકીટ રદ્દ ન થાય ત્યાં સુધી ભાજપ માટે પ્રવેશ નિષેધ કરવાના બેનરો લાગ્યા છે, ધ્રોલ તાલુકાના મોટી લાખાણી ગામે રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર રૂપાલાની ટીકીટ રદ્દ કરવા માટે બેઠક યોજાઇ હતી, જેમાં બહોળી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો જોડાયા હતા અને બધા દ્વારા એક જ સૂત્રે રૂપાલાની ટીકીટ રદ્દ કરવાની માંગણી કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લા કક્ષાની વકૃત્વ સ્પર્ધામાં સજુબા સરકારી ગર્લ્સ સ્કૂલ જિલ્લામાં પ્રથમ
December 21, 2024 01:57 PMજામનગરમાં વિશ્વાબેનની દીક્ષા નિમિત્તે વરઘોડો યોજાયો
December 21, 2024 01:02 PMજામનગરમાં આમ આદમી પાર્ટી દ્રારા કેન્દ્રીય ગ્રુહપ્રધાન અમિત શાહનો વિરોધ
December 21, 2024 12:59 PMજામનગર ક્રિકેટ બંગલો ખાતે જામનગર અને દુબઈ વચ્ચે અંડર 19 ક્રિકેટ મેચ
December 21, 2024 12:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech