જીવદયા પ્રેમીઓને મળેલી ચોક્કસ બાતમીના આધારે સસલાઓની હેરફેરનું કૌભાંડ પકડાયુ: સસલાઓને તળાવની પાળ ખાતે પક્ષીઘર ખાતે ખસેડવામાં આવ્યા: પીંજરામાં ઠાંસી ઠાંસીને સસલા ભરાયેલા હોવાથી આઠનાં મોત થયા: ફોરેસ્ટ મારફત ફરિયાદની તજવીજ કરતા જીવદયા પ્રેમીઓ
જામનગરમાં ગેરકાયદેસર રીતે લાવવામાં આવેલા 162 થી વધુ સસલા મળી આવ્યા છે. જીવદયા પ્રેમીઓ દ્વારા આ કામગીરી કરવામાં આવી છે. હાલ તળાવની પાળ ખાતે પક્ષીઘરમાં સસલા રાખવામાં આવ્યા છે, આ અંગે ફોરેસ્ટને જાણ કરીને ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ જીવદયા પ્રેમીઓને એવી ચોક્કસ બાતમી મળી હતી કે કલકતાથી ટ્રેન મારફત મોટી સંખ્યામાં સસલાઓને લાવવામાં આવી રહ્યા છે. આ બાતમીના આધારે આજે જીવદયા પ્રેમીઓ દ્વારા તપાસ કરવામાં આવતા ટ્રેન મારફત લોખંડની જાળી વાળા બોકસમાં લાવવામાં આવેલા 162 જેટલા સસલા મળી આવ્યા હતા. ટ્રેનમાં આ જથ્થો આવ્યો ત્યારે જ જીવદયા પ્રેમીઓ ત્યાં પહોંચી ગયા હતા અને સસલાઓને ગેરકાયદે લાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. જીવદયા પ્રેમીઓની જાગૃતતાના કારણે રેલ્વે પોલીસનાં સહયોગથી સસલાઓને કબજે લેવામાં આવ્યા હતા. આ સસલા કલકતાથી કોણે મોકલ્યા અને કોને અહીં આપવાના હતા તે તમામ બાબત પોલીસ ફરિયાદ અને તપાસ પર નિર્ભર છે.
નાના જીવ સાથે જોડાયેલા ગેરકાયદેસર હેરફેરનાં મામલામાં ફોરેસ્ટ વિભાગને પણ જાણ કરવામાં આવી છે. અને એમના દ્વારા આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એવુ સુત્રો જણાવી રહ્યા છે આમ, જીવદયા પ્રેમીઓની જાગૃતતાને કારણે સસલાઓની ગેરકાયદે હેરફેરનું કૌભાંડ ઝડપાયુ છે.
આ કૌભાંડ અંગે જીવદયા સંસ્થાનાં આશુતોષ પાઠકે જણાવ્યું હતું કે કોલકતાથી અમદાવાદ અને જામનગર ગેરકાયદેસર સસલા એકસપોર્ટ ઇન્મોર્ટ થાય છે તેવી ચોકકસ બાતમીને આધારે ગઇકાલે જમ્મુતાવી અને ઇન્ટરસીટી ટ્રેનમાં પોલીસને સાથે રાખીને રેડ કરતા 4 ક્ધટેનરોમાં 162 સસલા (જીવો) સરકારી પરમીશન વિના ખુબ જ નાની જગ્યામાં ઉંદરડાને પુરીએ તેવી રીતે આ સસલાઓને રાખવામાં આવ્યા હતા. જેના કારણે 7 સસલા ગુંગળાઇ જવાના કારણે મોત થયું હતું. આ સસલાઓને કટીંગ કરીને ખોરાક માટે મોકલવામાં આવે છે. જેમણે મોકલેલ હતા તે અને જેમને લેવાના હતા તે બેમાંથી કોઇએ સસલાની જવાબદારી લીધી ન હતી આ અંગે અમારી સંસ્થા મારફત ફોરેસ્ટમાં વિધિવત ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતુર્કીના સ્કી રિસોર્ટમાં ભીષણ આગ, 66 લોકોના મોત અને અનેક ઘાયલ
January 21, 2025 07:33 PMશું તમે જાણો છો આપણું જામનગર રોજ ચાવી જાય છે બે ટ્રક સોપારી
January 21, 2025 06:46 PMદ્વારકા જિલ્લાના ૭ ટાપુઓ પર ગેરકાયદેસર દબાણો દુર કરવા મોટું ઓપરેશન
January 21, 2025 06:26 PMજામનગરમાં પવનની ગતિ ઘટતા લોકોને ઠંડીથી રાહત: તાપમાન ૧૫ ડીગ્રી
January 21, 2025 06:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech