એક જમીન બે વખત વેચાણ કરી આચર્યો હતો ગુન્હો, કોર્ટમાં કેસ સાબિત
જામજોધપુર તાલુકાના સડોદર ગામના પુર્વ સરપંચ તથા તાલુકા પંચાયતના પુર્વ અધ્યક્ષ ભાજપ અગ્રણી વૃજલાલ ઠાકરશી દુધાગરા તથા તેના પુત્ર હિતેષ દુધાગરા સડોદર ગામની ખેતીની જમીન સુરજકરાડી ગામના રસીકભાઈ ગીરધરભાઈ પાબારીને 2007ની સાલમાં વેચાણ દસ્તાવેજ કરી આપેલ તે પહેલા વૃજલાલ દુધાગરાએ આ ખેતીની જમીન 2005ની સાલમાં રાજેન્દ્રસિંહ જાડેજાને વેચાણ દસ્તાવેજથી વેચાણ આપેલ હોવા છતાં તેણે બીજી વખત રસીકભાઈ પાબારીને વેચાણ આપીને છેતરપીંડી કરેલ.
ત્યાર બાદ વેચાણ આપેલ જમીન વજુભાઈએ તેના પુત્ર હિતેષને હયાતીમાં વારસાઈ દરજજે રેવન્યુ રેકર્ડની ઈ-ધરા કચેરી જામજોધપુરમાં નોંધ દાખલ કરાવી તેના પુત્રના ખાતે જમીન ચડાવી આરોપી તથા તેના પુત્ર જમીન નામે ચડાવ્યાની ફરિયાદ જામજોધપુર પોલીસ મથકમાં આપતા પોલીસે ફરિયાદ રેકર્ડ પર લીધી નહીં જેથી રસીકભાઈ પાબારીએ તેના વકીલ મારફત કોર્ટમાં ચાર્જશીટ રજુ કરેલ. કોર્ટમાં કેસની કાર્યવાહી આગળ ચાલતા આરોપી વિધ્ધ પુરાવા સાબીત થતાં કોર્ટમાં તકસીરવાન ઠરાવી ત્રણેય ગુનામાં કેસ દાખલ કરેલ.
જે આ ગુના સબબ કોર્ટે તહોમતનામુ ફરમાવેલ આરોપી વિધ્ધ પ્રી રેકર્ડ કરી આરોપીઓએ ગુનાનો ઈનકાર કરતા કેસની કાર્યવાહી કરી કેસ ચલાવવામાં આવેલ જેમાં આરોપી સામે સાહેદ તપાસ કરનાર અધિકારીની જુબાનીના આધારે આરોપી સામે 467, 420ની કલમમાં કોર્ટ દ્વારા 3 વર્ષની સજા તથા પાંચ હજારનો દંડ ફટકારેલ મુળ ફરિયાદી તરફે વકીલ તરીકે ગીરધરભાઈ વાઘેલા તથા અરવિંદભાઈ બગડા રોકાયેલ. જયારે સરકાર પક્ષે એપીપી એસ.બી.ઠાકોર તથા આરોપી તરફે જે.ફીન્ડોરીયા રોકાયેલ હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવભૂમિ દ્વારકાના સાત ટાપુઓ સંપૂર્ણ દબાણ મુક્ત કરાયા
January 21, 2025 12:54 PMકોલકતાથી જામનગર ટ્રેન મારફતે સસલા મોકલવાના કૌભાંડનો પર્દાફાશ
January 21, 2025 12:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech