પત્ની માવતરે ચાલી ગઇ હોવાથી અને પરત આવવા રાજી ન થતા પગલુ ભર્યુ
જામનગરના હાપા રંગમતી આવાસ ખાતે રહેતા ગેરેજના ધંધાર્થી યુવાને પત્ની વિયોગમાં ગળાફાંસો ખાઇને જીવતર ટુંકાવી લેતા શોકની લાગણી ફેલાઇ છે.
હાપા રંગમતી આવાસ વિસ્તારમાં રહેતા ગેરેજનું કામ કરતા સંજય દેવશીભાઇ પરમાર (ઉ.વ.૨૨) નામના યુવાનની પત્ની દસેક દિવસથી તેના માવતરે જતી રહેલ હોય અને સમજાવવા છતા પરત આવતી ન હોય જેથી યુવાનને મનમાં લાગી આવ્યુ હતું, તા. ૨૧ના પોતાની મેળે મકાનનો દરવાજો અંદરથી બંધ કરીને પંખા સાથે ચુંદડી વડે ગળાફાંસો ખાઇ લેતા મૃત્યુ નિપજયુ હતું. આ બનાવની જાણ રેખાબેન દેવશીભાઇ પરમાર દ્વારા પંચ-એ પોલીસમાં કરવામાં આવતા પોલીસ દ્વારા પ્રાથમિક વિગતો જાણીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
***
મોડપરમાં બિમારીથી કંટાળીને મહિલાનો આપઘાત
ધ્રોલના મોડપર ગામમાં રહેતી મહિલાએ કીડની સહિતની બિમારીથી કંટાળીને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા શોકની લાગણી ફેલાઇ ગઇ છે.
ધ્રોલ તાલુકાના મોડપર ગામમાં રહેતા લક્ષ્મીબેન વલ્લભભાઇ સોલંકી (ઉ.વ.૪૬) નામની મહિલાને ઘણા સમય પહેલા પથરીની બિમારી હોય જેના કારણે એક કીડની ફેઇલ થઇ ગઇ હતી અને છેલ્લા એકાદ મહિનાથી છાતીમાં દુ:ખાવો રહેતો હતો તેમજ બે દિવસથી ટાઇફોડની અસર થઇ ગઇ હતી આથી તેણીએ બિમારીથી કંટાળીને રહેણાંક મકાને ગઇકાલે ચુંદડી વડે ગળાફાંસો ખાઇ જીવતર ટુંકાવી લીધુ હતું.
આ અંગે વિપુલ વલ્લભભાઇ સોલંકીએે ધ્રોલ પોલીસમાં જાણ કરતા આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે, બનાવના પગલે પરિવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.
***
સોનવડીયા ગામમાં નાના ભાઇ સાથે ઝઘડો થતા વિધાર્થીનીનો આપઘાત: કામ કરવા બાબતે બોલાચાલી બાદ મનમાં લાગી આવતા ફાંસો ખાધો
જામજોધપુર તાલુકાના સોનવડીયા ગામમાં નાના ભાઇ સાથે કામ બાબતે ઝઘડો થતા મનમાં લાગી આવતા મોટી બહેનએ ફાંસો ખાઇને જીવાદોરી ટુંકાવી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.
જામજોધપુર તાલુકાના સોનવડીયા ગામમાં રહેતી જયશ્રીબેન કમલેશભાઇ રાઠોડ (ઉ.વ.૨૦) નામની વિધાર્થીનીને તેમના નાના ભાઇ સાથે ગત તા. ૪ના બપોરે કામ કરવા બાબતે ઝઘડો થયો હતો, જે બાબતનું તેણીને મનમાં લાગી આવતા પંખામાં ચુંદડી વડે ગળાફાંસો ખાઇ લેતા સારવારમાં ખસેડવામાં આવી હતી.
જયાં સારવાર દરમ્યાન તેણીનું મૃત્યુ થયું છે, આ અંગે કમલેશ વલ્લભભાઇ રાઠોડે ગઇકાલે જામજોધપુર પોલીસમાં જાણ કરી હતી, આ બનાવથી નાના એવા ગામમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech