સૌથી વધુ સલાયામાં 4897 અને સૌથી ઓછા જામજોધપુરમાં 1537 મતદારોનો વધારો: સમગ્ર સૌરાષ્ટ્રમાં 60049 મતદારો નવા આવ્યા
જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લાની 6 નગરપાલીકાઓમાં આગામી તા.16ના રોજ ચૂૂંટણી થનારી છે ત્યારે 2018ની સાલના મતદારો કરતા 2025માં 6 નગરપાલીકામાં 18365 મતદારોનો વધારો થયો છે, જેમાં સલાયામાં 4897 સૌથી વધુ અને જામજોધપુરમાં 1537 સૌથી ઓછા મતદારો વઘ્યા છે.
જાણવા મળતી માહિતી પ્રમાણે 2018ની સાલમાં જામજોધપુરમાં 19540 મતદારો હતાં, આ વર્ષે 1537 મતદારો વધી 21077 થયા છે, ધ્રોલમાં 18740 મતદારો હતાં જેમાં આ વર્ષે 22343 મતદારો થયા છે અને 3603 મતદારો વઘ્યા છે. કાલાવડમાં 2018માં 20875 મતદારો હતાં જેમાં 2628 મતદારોનો વધારો થતાં 23543 મતદારો મતદાન કરી શકશે.
વર્ષોથી સલાયામાં કોંગ્રેસનો હાથ મજબુત રહ્યો છે, 2018માં 22373 મતદારો હતાં તેમાં હવે આ વર્ષે સૌથી વધુ 4897 મતદારો વધવાથી 27270 મતદારો મતદાન કરી શકશે, ભાણવડમાં 17183 સામે 18847 મતદારો થયા છે અને 1664 મતદારો વઘ્યા છે, જયારે કાનાની નગરી દ્વારકામાં 28700 મતદારોની સામે આ વર્ષે 3976 વધીને કુલ મતદારો 32676 થયા છે.
રાજયોમાં 642 બેઠકો માટે 1669 ઉમેદવારો વચ્ચે તા.16ના રોજ ખરાખરીનો જંગ ખેલાશે ત્યારે જામનગર જિલ્લાની 3 અને દેવભુમિ દ્વારકા જિલ્લાની 3 નગરપાલીકાઓમાં મતદાન થશે, હાલમાં તો એકાદ અઠવાડીયું બાકી હોય ગ્રામ્ય ક્ષેત્રે ઠંડીમાં પણ ભારે ગરમાવો આવ્યો છે અને રાજકીય ગતિવીધી તેજ બની છે, વિધાનસભાની ચૂંટણી બાદ મતદાન થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને હરાવ્યું
February 23, 2025 01:06 AMજામનગર: ખોડીયાર કોલોનીમાં થઈ ઘરફોડ ચોરી...જાણો શું બોલ્યા ડીવાયએસપી
February 22, 2025 06:49 PMજામનગરની જીજી હોસ્પિટલમાં લુખ્ખા તત્વોના આતંકની ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા
February 22, 2025 06:47 PMજામનગરમાં દિગજામ સર્કલ નજીક આંબેડકર બ્રિજ પર બે રીક્ષા વચ્ચે અકસ્માતની ઘટના
February 22, 2025 06:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech