ગુજરાતમાં એમએસએમઈથી મળે છે ૭૨% રોજગારી

  • September 06, 2024 03:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

\
રાષ્ટ્ર્રીય લઘુ ઉધોગ દિવસ ૩૦ ઓગસ્ટ દેશના વિકાસમાં નાના ઉધોગોના યોગદાનને માન્યતા આપે છે. લઘુ ઉધોગમાં ઉત્પાદન, પુન:નિર્માણ અને સેવા પ્રાવધાન સાથે જોડાયેલ નાના સ્તર પર કરવામાં આવતી ગતિવિધીઓ સામેલ છે. ભારતમાં ૬૬ મિલિયન લઘુ, સુમ અને મધ્યમ એન્ટરપ્રાઈઝ (એમએસએમઈ) છે. ગુજરાતમાં એમએસએમઈ રોજગારમાં ૭૨ %થી વધુનું ફાળો આપે છે. ગુજરાતમાં ૧.૪૧ કરોડ રોજગાર માત્ર એમએસએમઈ સેકટરમાંથી પ્રા કર્યા છે. જે ભારતમાં એમએસએમઈ રોજગારમાં ૬૨ % છે. અન્ય ઉભરતી અર્થ વ્યવસ્થાઓમાં તે ૭૭ %નો ફાળો આપે છે. ઉધોગસાહસિક, કુશળતા અને સંશોધન ઉપયોગ નાના પાયાના ઉધોગો સમિતિ અને મોટા પાયાની તકો વાળા ગ્રામીણ સમુદાયોમાંથી ઉધોગ સાહસિકોની પ્રતિભાને વિકસિત કરે છે. જેનાથી ગ્રામીણ વિકાસને પ્રોત્સાહન મળે છે. તે અવિકસિત ક્ષેત્રોમાં રોજગાર ઉભા કરે છે. જેનાથી સમગ્ર માનવવિકાસમાં ક્ષેત્રીય સંતુલન, નાના પાયાના ઉધોગ કેન્દ્રીયકૃત માટા ઉધોગોના કારણે હોવાથી શહેરોમાં થનાર સ્થાનાંતરણને રોકવામાં મદદ મળી રહી છે. પ્રધાનમંત્રીએ દેશને આત્મનિર્ભર બનાવવાનું સપનું સાકાર કરવા માટે નાના ઉધોગોને પ્રોત્સાહન આપવા માટે વિભિન્ન યોજનાઓને લાગૂ કરી છે, જેનાથી ભારતીય અર્થવ્યવસ્થામાં એમએસએમઈને યોગદાન નિકાસમાં ૪૫ %, ઉત્પાદનમાં ૪૦ %, અને ઈન્ડસ્ટ્રીયલ પ્રોડકશનમાં ૮૦ % ભાગીદારી છે.દેશની અર્થવ્યવસ્થામાં એમએસએમઈનું યોગદાન વધુ રહ્યું છે. દેશના ૬૬ મિલિયન લઘુ, સુમ, મધ્યમ ઉધોગ (એમએસએમઈ) સેકટરના વ્યવસાયો છે. તેનાથી ૨૨ કરોડથી વધુ રોજગાર મળ્યા છે. નાના નાના ગામડા–નગરોમાં રહેતા લોકો ભાજન અને કપડાથી વઈને સાબુ પણ જાતે તૈયાર કરે છે. કેન્દ્ર અને રાય સરકાર માટે નાના ઉધોગોને પ્રોત્સાહિત કરવા, તેમનું સમર્થન કરવાની એક તક છે. રાષ્ટ્ર્રીય ઉધોગ નિગમ એમએસએમઈ મંત્રાલય ભારત સરકારની નોડલ એજન્સી છે, જે ૧૯૫૫થી લધુ ઉધોગના વિકાસને પ્રોત્સાહન આપી રહી છે. આ લઘુ ઉધોગના વિકાસ અને સહાયતા માટે મંત્રાલય તરફથી એક માત્ર નોડલ એજન્સી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News