અનઅધિકૃત ધાર્મિક દબાણ અને લઈને હાઇકોર્ટ દ્રારા સુનાવણી હાથ ધરવામાં આવી હતી આવા બાંધકામના પરિણામે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને અધિકૃત ધાર્મિક માળખાઓ દ્રારા વિવિધ વિસ્તારના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ મામલે હાઇકોર્ટ દ્રારા જિલ્લ ા અને મહાનગરપાલિકા વિસ્તારમાં ધાર્મિક દબાણોની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે આગામી બે મહિના પછી ધાર્મિક દબાણના મુદ્દે ગૃહ વિભાગના સચિવને સોગંદનામુ કરવું પડશે તેમ હાઇકોર્ટે આદેશ કર્યેા છે અને છેલ્લ ા બે મહિનામાં રાયમાં ૬૦૪ જેટલા ગેરકાયદેસર ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા છે.
ગુજરાત રાયના જાહેર સ્થળો, માર્ગ પરના ધાર્મિક દબાણો દૂર કરવાના મામલે રાય સરકારે હાઇકોર્ટમાં જવાબ રજૂ કર્યેા હતો. જેને હાઇકોર્ટે રેકર્ડ પ૨ લેતાં નોંધ્યું હતું કે,ગેરકાયદે ધાર્મિક દબાણો સામે કાર્યવાહી કરવામાં આવી છે અને જમીની હકીકતને ધ્યાનમાં લઇ તેમને દૂર કરવામાં આવ્યા છે. ૧૭–૨૪થી ૧૦–૯–૨૪માં બે મહિના ૬૦૪ દૂર કરવામાં આવ્યા. જે પૈકી ૩૧૮ જિલ્લ ા અને ૨૮૬ કોર્પેારેશન વિસ્તારમાંથી દૂર કરાયા છે. ૮૭ને રિલોકેટ કરાયા છે અને છ ધાર્મિક દબાણને નિયમિત કરવામાં આવ્યા છે.
જાહેર સ્થળો, માર્ગ અને બગીચાઓની જગ્યાએથી દૂર કરવામાં આવ્યા છે. ધાર્મિક દબાણોને દૂર કરવા અને વધુ આવા સ્થળો શોધી કાઢવાના મુદ્દે ગૃહ વિભાગના સચિવ દ્રારા આગામી મુદતે સોગંદનામું રાય દ્રારા કરાયેલી પ્રગતિની નોંધ લીધા પછી હાઇકોર્ટે રાયને આ સંદર્ભમાં વધુ પ્રગતિ કરવા માટે વધુ બે મહિનાનો સમય આપ્યો છે.
હાઇકોર્ટે ૨૨મી એપ્રિલે રાય સરકારને જાહેર જમીનો પરના અનધિકૃત બાંધકામોને દૂર કરવાના સર્વેાચ્ચ અદાલતના આદેશના પાલનમાં કોઈ પગલાં કેમ લેવાયા નથી, તે સ્પષ્ટ્ર કરવા તાકીદ કરી હતી. ૨૨મી જુલાઇના રોજ, હાઇકોર્ટે રાય સરકારને અનધિકૃત ધાર્મિક બાંધકામો અને અતિક્રમણને દૂર કરવા અને નિયમિત કરવા માટે તમામ સંભવિત પગલાં લેવા તેના નિર્દેશોનું પાલન કરવા માટે બે મહિનાનો સમય આપ્યો હતો. ત્યારબાદ, ગૃહ વિભાગના રાય સચિવે એક સોગંદનામું દાખલ કયુ હતું અને એમાં અનધિકૃત ધાર્મિક માળખાઓની ઓળખ માટે લેવાયેલા પગલાં અને તબક્કાવાર રીતે આવા બાંધકામોને દૂર કરવા માટે કરવામાં આવી રહેલી કાર્યવાહી રેકોર્ડ પર મૂકવામાં આવી હતી. સરકાર તરફથી હાઇકોર્ટને જણાવાયું હતું કે, વાસ્તવિક જમીની વાસ્તવિકતા, આવા બાંધકામોને કારણે થતી જાહેર અવરોધની તીવ્રતા અને આવા અનધિકૃત ધાર્મિક માળખાઓ દ્રારા આવરી લેવામાં આવેલ વિસ્તારના આધારે કાર્યવાહી કરવામાં આવે છે.
આ મામલે અગાઉ હાઇકોર્ટ દ્રારા જિલ્લા અને મનપા વિસ્તારોમાં કેટલા ધાર્મિક દબાણો છે, તેમની સામે શું કાર્યવાહી કરવામાં આવી એ તમામની વિગતો કોર્ટ દ્રારા માગવામાં આવી હતી. આ મુદ્દે ૮ સાહ પછી સુનાવણી હાથ ધરવામાં આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech