ગોંડલમાં પાલિકામાં ચેરમેનના પુત્રે કોન્ટ્રાકટરને ફડાકા ઝીંક્યા

  • June 29, 2024 10:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


નગરપાલિકાની એક કમીટીનાં મહીલા ચેરમેન નાં પુત્ર એ એક કોન્ટ્રાક્ટરને ફડાકાવાળી કરતા નગરપાલિકા વર્તુળમાં ચકચાર મચી જવા પામી હતી.બનાવ બાદ દોડી આવેલા આગેવાનોએ સમજાવટ કરી ઘીનાં ઠામમાં ઘી’પાડી મામલો ઠીકઠાક કર્યો હતો. પ્રાપ્ત વિગત મુજબ બગીચા કમીટીનાં મહીલા ચેરમેનનાં પુત્ર એ વિજ કોન્ટ્રાક્ટરને ઉશ્કેરાઇ જઇ ફડાકા ઝીંકી દેતા ચકચાર મચી જવા પામી હતી. કોન્ટ્રાક્ટરે બગીચામાં લાઇટ ફીટ કરવાનું કામ સમયમયર્દિામાં કર્યુ ના હોય ચેરમેનનાં પુત્રનો મગજ છટક્યો હોય ફડાકા ઝીંકી દીધા હતા. બીજી બાજુ કોન્ટ્રાક્ટરનું કહેવું હતું કે વરસાદને કારણે ભગવતપરા માં દીવાલ સાથે વીજપોલ પડી ગયા હોય તે કામમા રોકાયેલા હોવાથી બગીચાનું કામ લેઇટ થયુ હતુ. બનાવ અંગે ચેરમેનનાં પુત્રએ ખુલાસો કર્યો હતો કે માત્ર કામ બાબતે ઠપકો આપ્યો હતો.બાકી કોઈ ઘટના બની નથી. બનાવને લઈને ભાજપ મોવડી અશોકભાઈ પીપળીયા,શહેર ભાજપ પ્રમુખ પ્ન્ટિુભાઈ ચુડાસમા,પાલીકા પ્રમુખ મનીષભાઈ ચનીયારા અને કારોબારી અધ્યક્ષ રાજેન્દ્રસિંહ જાડેજા સુધી પંહોચતા દોડી આવી સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં ફડાકાની ગુંજ શહેરીજનોમાં ચચર્નિો વિષય બની જવા પામી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application