ગત તારીખ 30મેની રાત્રે ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા અને અન્ય શખ્સો દ્વારા જૂનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખના પુત્ર અને શહેર NSUI પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કર્યું હોવાની ઘટના બની હતી. જે બનાવને પગલે સમગ્ર અનુસુચિત જાતિ સમાજમાં રોષ ફેલાયો છે.
આજે જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, રાજકોટ, જામનગર, ધોરાજી, ઉપલેટા તેમજ સૌરાષ્ટ્રભરના અનુ.જાતિ સમાજ દ્વારા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. સમસ્ત અનુ.જાતિ સમાજ ગુજરાત દ્વારા આજે જૂનાગઢથી ગોંડલ સુધીનું રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે બીજી બાજું ગોંડલ પોલીસ છાવણીમાં ફેરવાયું છે અને આજે સજ્જડ બંધ રાખવામાં આવ્યું છે.
ગોંડલના ગણેશ જાડેજાના સમર્થનમાં આજે માર્કેટ યાર્ડ સજ્જડ બંધ રહ્યું છે તેમજ આજુબાજુના 94 ગામો બંધ છે. ત્યારે દલિત સમાજના લોકો પણ તેની સામે વિરોધમાં ઉતર્યા છે. જૂનાગઢથી નીકળેલી અનુસૂચિત સમાજની રેલી ગોંડલના રાજમાર્ગો પરથી સભા સ્થળે પહોંચી છે. રેલીમાં અનુસૂચિત સમાજના આગેવાનો સહિતના લોકો રેલીમાં જોડાયા છે. રેલીમાં તેમજ સભા સ્થળે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationB12ની ઉણપ દૂર કરવા પીવાનું શરુ કરો આ ડ્રિંક
April 04, 2025 01:32 PMચાહકોની આતુરતાનો અંત: હેરા ફેરી 3' નું શુટિંગ શરુ
April 04, 2025 12:52 PMશ્રદ્ધા કપૂરને આ 6 ફિલ્મ નકારવાનો ભારે પસ્તાવો
April 04, 2025 12:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech