ફરીદાબાદમાં હોરર ઓનર કિલિંગ દીકરીને આંગણામાં જ દાટી દેવાઈ

  • June 24, 2024 11:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ફરીદાબાદમાં ૧૮ વર્ષની યુવતીનું મોત થયા બાદ તેને ઘરના આંગણમાં જ દાટી દેવામાં આવી હતી, આ યુવતી ગામ ના જ કોઈ છોકરા સાથે ભાગી ગયા પછી યુવતીની માતા અને પરિવારે છોકરાના પરિવાર સાથે વાત કરી સમાધાન કરી યુવતીને પરત બોલાવી લીધી હતી અને પછી કોઈ કારણસર યુવતી એ આપઘાત કરી લીધો હતો, અને પરિવારે પોલીસને જાણ કર્યા વિના ઘરમાં જ તેને દફનાવી દીધી હતી. યુવતીના સાઉદી અરેબિયા રહેતા પિતાને કોઈ શંકા જતા પોલીસને જાણ કરી હતી અને આખો મામલો સામે આવ્યો હતો. પોલીસે આંગણ ખોદીને લાશ બહાર કાઢી તપાસ શ કરી છે. જો કે આ કિસ્સામાં ઓનર કિલિંગની પણ શંકા ઉપજી રહી છે. પીએમ રીપોર્ટ આવ્યા બાદ જ હકીકત સામે આવશે.


ધૌજ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં પોલીસે ૧૮ વર્ષની છોકરીની લાશ તેના ઘરના આંગણામાંથી જ બહાર કાઢવી પડી હતી અને તપાસ શ કરી હતી. સાત સમંદર પાર તેના પિતાએ ફરિયાદ ન કરી હોત તો આ રહસ્ય છુપાયેલું જ રહેત. તે સાઉદી અરેબિયામાં કામ કરે છે. યારે તેને આ બાબતે શંકા ઉપજી ત્યારે તેણે પોલીસ કમિશનરને ઈ–મેલ દ્રારા પોલીસને ફરિયાદ કરી, જેમણે સંજ્ઞાન લીધું અને તપાસ કરીને યુવતીના મૃત્યુનો પર્દાફાશ કર્યેા.યુવતીની માતાએ તેના પતિને કયારેય કહ્યું કે તેની પુત્રી હવે આ દુનિયામાં નથી. પિતા જયારે પુત્રી સાથે વાત કરવા માંગતો તો તે કોઈને કોઈ બહાનું કાઢતી હતી. જોકે પોલીસે આ મામલે તપાસ શ કરી છે. તે ઓનર કિલિંગના પાસા પર પણ તપાસ કરી રહી છે.


તપાસ બાદ મોતનું કારણ જાણી શકાશે
પૂછપરછ પૂર્ણ થયા બાદ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. બાળકીની માતા દ્રારા દર્શાવેલ જગ્યાએ ખોદકામ કરવામાં આવ્યું ત્યારે એક હાડપિંજર મળી આવ્યું હતું, જે બાળકીનું હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. પોલીસનું કહેવું છે કે રિપોર્ટ અને તપાસ બાદ જ ખબર પડશે કે બાળકીનું મોત કેવી રીતે થયું. તેના ચપ્પલ અને કપડાં પણ ખાડામાંથી મળી આવ્યા હતા. પોલીસે હાડપિંજરને બીકે હોસ્પિટલમાં રાખ્યું છે. હાડપિંજરનું પોસ્ટમોર્ટમ નલ્હાર સ્થિત મેડિકલ કોલેજમાં કરવામાં આવશે.એ પછી જ ખબર પડશે કે શું થયું? આ અંગે પોલીસે હજુ સુધી કોઈ કેસ નોંધ્યો નથી.


આંગણામાં લોરિંગ કરાવી લીધું

પરિવારના સભ્યોએ ઘરના આંગણામાં લોરિંગ પણ કરાવ્યું હતું, જેથી કોઈને શંકા ન જાય. આ પછી, યારે આસપાસના લોકોએ યુવતી વિશે પૂછયું તો તેઓએ કહ્યું કે તેઓ કયાં છે તે જાણતા નથી. આ બાબતની જાણ યુવતીના કેટલાક સંબંધીઓને થઈ હોવા છતાં બધા ચૂપ રહ્યા હતા. જેવી પોલીસની ટીમ ગામમાં પહોંચી અને અંદર ખોદકામ કયુ તો ગામલોકો પણ આવી ગયા. અંદરથી એક હાડપિંજર મળી આવતા ગ્રામજનો ચોંકી ઉઠા હતા


ઓનર કિલિંગ એંગલ પર પણ તપાસ
પોલીસ આ મામલે ઓનર કિલિંગના એંગલથી પણ તપાસ કરી રહી છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે પણ તપાસ શ કરી છે. ફોરેન્સિક ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. હવે રિપોર્ટ આવ્યા બાદ જ સત્ય બહાર આવશે.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application