પોરબંદરની પણ મુલાકાત લઇ લોહાણા મહાજનના સંમેલનમાં આપી હાજરી
રિલાયન્સ લીમીટેડના ગ્રુપ પ્રેસીડેન્ટ તથા રાજય સભાના સાંસદ તેમજ દ્વારકા દેવસ્થાન સમિતિના પૂર્વ ઉપાઘ્યક્ષ પરીમલભાઇ નથવાણીએ દ્વારકામાં જગતગુ શંકરાચાર્યજીના આશીવર્દિ મેળવ્યા હતાં અને ત્યારબાદ પોરબંદર ખાતે પણ લોહાણા સમાજના અગ્રણીઓને મળ્યા હતાં.
જાણવા મળતી માહિતી મુજબ બે દિવસ પહેલા જગતમંદિર દ્વારકાની મુલાકાત લઇને પરીમલભાઇએ કાળીયા ઠાકોરને શીશ ઝુકાવ્યું હતું, ત્યારબાદ પાદુકા પુજન કર્યુ હતું, શારદાપીઠમાં જઇને શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી સાથે પણ મુલાકાત કરીને તેમના આશીવર્દિ મેળવ્યા હતાં, પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે, અગાઉ દ્વારકાધીશ મંદિરના દેવસ્થાન સમિતિના ઉપાઘ્યક્ષ તરીકે મંદિરમાં સેવા આપવાનો મને લ્હાવો મળ્યો છે, હાલમાં તેમની જગ્યાએ તેમના પુત્ર ધનરાજભાઇ નથવાણી સેવા આપી રહ્યા છે, આ સેવાનો મોકો મળવા બદલ તેઓએ ભગવાન દ્વારકાધીશજીનો આભાર માન્યો હતો અને તેમના જીવનમાં જે સફળતા મળી છે તેનો શ્રેય પણ દ્વારકાધીશ રાજાધીરાજને આપ્યો હતો, દ્વારકાની આ મુલાકાત વખતે નેતાજી પુજારી સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતાં.
દ્વારકાથી તેઓ સીધા પોરબંદર ગયા હતાં, જયાં તેઓ લોહાણા સમાજના સંમેલનમાં ઉપસ્થીત રહ્યા હતાં, અગ્રણીઓને મળ્યા હતાં, આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી બાબુભાઇ બોખીરીયા, ધારાસભાના ભાજપના ઉમેદવાર અર્જુનભાઇ મોઢવાડીયા સહિતના અગ્રણીઓ તેમજ હવેલી સંપ્રદાયના મહારાજ શ્રી પણ હાજર રહ્યા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પનો ચોંકાવનારો યુ-ટર્ન, ચીનની અર્થવ્યવસ્થા સંકટમાં, ટેરિફ પર બદલ્યો સૂર
May 05, 2025 07:06 PMઅમદાવાદમાં અચાનક વાતાવરણ પલટાયું: આંધી-ધૂળના ગોટેગોટા ઉડ્યા, લોકો પરેશાન
May 05, 2025 06:44 PMકમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોને તકેદારીના પગલા લેવા અનુરોધ
May 05, 2025 06:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech