દ્વારકામાં રેકડી ભાડામાં બે ગણો વધારો થતાં વેપારીઓએ આપ્યું આવેદનપત્ર

  • July 10, 2024 11:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાડા નહિ ધટાડાય તો દ્ગારકા બંધનું એલાન અપાશે


દ્વારકામાં નાના વેપારીઓ તથા મોટી સંખ્યામાં રેકડી ધારકો છે. અને નગરપાલીકા દ્વારા રેકડી ભાડામાં બે ગણો વધારો કરાતા રેકડીધારકોમાં દેકારો મચી ગયો છે.આજે અહી રેકડીડીધારકો અને જુદા જુદા વ્યાપારિક સંગઠનોએ એકજૂટ થઈને આવેદનપત્ર આપી નવા વધારોનો વિરોધ કર્યો છે .જો વધારો પાછો નહી ખેંચાય તો દ્વારકા બંધ રાખવાની ફરજ પડશે એવી ચીમકી પણ આપી હતી.


રેકડીધારકો તથા નાના વેપારીઓ પાસેથી નગરપાલીકાની જગ્યાના ઉપયોગ બદલ ટેનિક વસૂલાતું ભાડું જે હાલ સુધી દસ રૂપિયા પ્રતિદિન હતું . આ દૈનિક ભાડામાં નગરપાલીકાએ તાજેતરમાં ઠરાવ પસાર કરી રાતોરાત બસ્સો ટકાના વધારો કરવામાં આવ્યો છે. 


દ્વારકાના નાના વેપારીઓ તથા મોટી સંખ્યામાં રેકડીધારકો તેમજ ચેમ્બર ઓફ કોમર્સ ગ્રેઈન મર્ચન્ટ એસોસીએશન . પાનમસાલા એસોસીએશન તથા ન્યુ વેપા૨ી મંડળના આગેવાનો સહિત માર્કેટ ચોક , ભથાણ ચોક , ત્રણબતી ચોક , મહાજન બજાર , ગોમતી ઘાટ સહિત શહેરના વિવિધ વિસ્તારના વેપારીઓ દ્વારા નગરપાલીકા દ્વારા દૈનિક ભાડામાં કરાયેલ વધારાની વિરૂધ્ધ ઉગ્ર રોષ સાથે દ્વારકા પ્રાંત કચેરી , મામલતદાર કચેરી તથા નગરપાલીકા કચેરીએ આવેદનપત્ર પાઠવી આ બે ગણો ભાવવધારો પરત ખેંચવા માંગ કરી હતી . આ પહેલાં નગરપાલીકા દ્વારા દસ રૂપિયા પ્રતિદિન દૈનિક ભાડું વસૂલવામાં આવતુ હતું.


ઉલ્લેખનીય છે કે સી કેટેગરી ધરાવતી દ્વારકા નગરપાલીકાથી મોટી નગરપાલીકા ગણાતી ઓખા બી કેટેગરી પોરબંદરમાં એ કેટેગરીમાં પણ દૈનિક ભાડું દસ  રૂપિયા હાલમાં લેવામાં આવી રહ્યુ છે જ્યારે દ્વારકા પ્રમાણમાં નાની કક્ષાની નગરપાલીકા હાલમાં વહીવટદાર શાસનમાં ઠરાવ પસાર કરી અચાનકજ બે જ  ગણો ભાવવધારો કરી ૩૦ રૂપિયા પ્રતિદિન ક૨ી દેવાયો છે .


દ્વારકા યાત્રાધામ મથક છે. અહી દરરોજ હજારો યાત્રાળુઓની અવરજવ૨ ૨હે છે . કેન્દ્ર તથા રાજય સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ મળે છે અને આ પાલિકા આર્થિક રીતે સદ્ધર છે.આમ છતાં વહીવટદારે આકરો વધારો કર્યો એ એક સવાલ છે . વિવિધ વેપારી સંગઠનોના આગેવાનોએ જણાવ્યું છે કે અમે આ ૨૦૦ ટકાના ભાવવધારા સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે અને જો આગામી દિવસોમાં નગરપાલીકા આ ભાવવધારો પરત નહિં ખેંચે તો અમારે ન છૂટકે દ્વારકા બંધનું એલાન કરવા ફરજ પડશે અને અન્ય જલદ પગલા લેવા ફરજ પડશે તેવુ જણાવ્યું હતું .


દ્વારકા નગરપાલીકા દ્વારા  ઠરાવ કર્યા બાદ શાક માર્કેટ ચોકમાં ઉભા રેકડીધારકો પાથરણાવાળાઓ પાસેથી દૈનિક રૂપિયા ત્રીસ લેખે વસુલાત કરાતા માસિક ૯૦૦ રૂપિયા જેટલી વસૂલાતની શરૂઆત કરી છે . જેની સરખામણીએ નગરપાલીકાએ નવી બનાવાયેલ શાક માર્કેટમાં લાઈટ સફાઈની સુવિધા સાથે વેપારીના બ્લોક દીઠ માસિક રૂપિયા પાંચસો વસૂલાય છે જ્યારે માર્કેટ બહાર કોઈપણ સુવિધા વગર ઊભતાં રેકડીધારકો પાસેથી માસિક ૯૦૦  રૂપિયા જેટલી રકમ વસૂલી ઉઘાડી લૂંટ સમાન કાર્યવાહીની શરૂઆત કરતા ઉલ્ટી ગંગા સમાન કાર્યવાહી પણ ચર્ચામાં છે . નગરપાલીકા આવા બ્લોકધારકો રેકડીધારકો પાસેથી ઓછું માસિક ભાડું વસૂલે તેવી પણ માંગણી કરવામાં આવી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application