છેલ્લાં ઘણાં સમયથી ગુજરાતમાં ધારાસભ્યો-સાંસદ અને મંત્રીઓ દ્વારા એવી ફરિયાદ કરવામાં આવી રહી છે કે અધિકારીઓ તેમની સાંભળતા જ નથી. ત્યારે હવે દિલ્હીમાં પણ ભાજપના ધારાસભ્યોની ફરિયાદો સામે આવવા લાગી છે કે અધિકારીઓ તેમની સાંભળતા જ નથી. તેમને કોઈ મહત્ત્વ અપાતું નથી.
જ્યારે આ વાત દિલ્હી વિધાનસભામાં સ્પીકર વિજેન્દ્ર ગુપ્તા સુધી પહોંચી ગઇ હતી અને તેમણે એક લખ્યા બાદ સામે આવી હતી. ખરેખર તો વિજેન્દ્ર ગુપ્તાએ મુખ્ય સચિવ ધર્મેન્દ્રને એક પત્ર લખ્યો છે, જેમાં નિર્દેશ આપવામાં આવ્યો છે કે દરેક સરકારી વિભાગના અધિકારીઓએ નવા ચૂંટાયેલા ધારાસભ્યો સાથે હાજર રહેવું જોઈએ.
વિજેન્દ્ર ગુપ્તાના જણાવ્યા મુજબ એવી ઘણી ફરિયાદો સામે આવી હતી કે મહત્વપૂર્ણ સરકારી વિભાગના અધિકારીઓ ધારાસભ્યો સાથે હાજર જ હોતા નથી અને ઘણી વખત તો તેમના દ્વારા કોઈ જવાબ પણ આપવામાં આવતા નથી. આ અંગે સ્પીકરનું કહેવું છે કે કેટલીક ફરિયાદો મારા ધ્યાને પણ આવી હતી જેમાં ધારાસભ્યોના ફોન પણ ઉપાડવામાં આવતા નથી કે તેમના મેસેજનો જવાબ અપાતો. આ બહુ ગંભીર મુદ્દો છે.
ખરેખર તો કેટલાક ધારાસભ્યો સ્પીકર પાસે ગયા હતા અને તેમણે ફરિયાદ કરી હતી કે તમામ પ્રયાસો છતાં ઘણા અધિકારીઓ સાથે અમારી વાત જ થતી નથી. તેમની સાથે મુલાકાત પણ મુશ્કેલ થઈ જાય છે. આવી ફરિયાદો વધી જતા વિજેન્દ્ર ગુપ્તાએ પત્ર લખવો પડ્યો. હવે આ અહેવાલથી આમ આદમી પાર્ટી ગદગદીત દેખાઈ રહી છે. આમ આદમી પાર્ટીની સરકાર પણ છેલ્લા 10 વર્ષથી આ જ પડકારનો સામનો કરી રહી હતી, ત્યારે પણ અધિકારીઓ ધારાસભ્યોની વાત સાંભળી રહ્યા ન હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનેશનલ હેરાલ્ડ કૌભાંડ: EDની તપાસ શરૂ થયા બાદ પણ મની લોન્ડરિંગ, જાહેરાતના નામે ભેગા કરાયા પૈસા
April 16, 2025 10:32 PMરાજકોટમાં કાળઝાળ ગરમી: 43.4 ડિગ્રી તાપમાનથી લોકો ત્રાહિમામ
April 16, 2025 07:52 PMઅમેરિકાએ ચીન પર 100% ટેરિફ વધાર્યો, કુલ ટેરિફ થયો 245%, ચીને કહ્યું ટેરિફ વોરથી નથી ડરતા
April 16, 2025 07:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech