દેગામ ગામે ઓટલો તોડવા પ્રશ્ર્ને બે પરિવારો વચ્ચે મારામારી થતા યુવતીઓ-મહિલાઓ સહિત દસ લોકો સામે સામસામી ફરિયાદ નોંધાઇ છે.
દેગામ ગામે વણકરવાસમાં રહેતા ઉષાબેન માલદેભાઇ ખરા નામના ૪૨ વર્ષના મહિલાએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેમની સામે રહેતા બાલુ કના અને બાલુની પત્ની ગૌરી તથા ખીમા કના વગેરે ઉષાબેનના ઘરની બહારનો ઓટલો તોડતા હતા. આથી ઉષાબેને તેઓને ઓટલો તોડવાની ના પાડતા ઉશ્કેરાઇ ગયા હતા તે દરમિયાન ફરિયાદીની દીકરી અંજલી ત્યાં આવી જતા તેને પણ ગાળો દઇને ઉષાબેન તથા તેની દીકરી અંજલીને ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા અને ત્યારબાદ ઘરે જતા રહ્યા હતા. થોડીવાર પછી ખીમાભાઇની દીકરી રેખા, બાલુભાઇની દીકરી રજની તથા ખીમાભાઇના કાકાના દીકરા પેશની પત્ની સંગીતા એમ ત્રણે આવી પહોચ્યા હતા અને રેખાએ પોતુ કરવાના પાઇપથી ઉષાબેનને માથામાં માર માર્યો હતો તથા ત્યારબાદ ત્રણેય મહિલાઓ ઢીકાપાટુનો માર મારવા લાગી હતી. ફરિયાદીના પતિ માલદેભાઇ ઘરે આવ્યા ત્યારે બનાવની જાણ કરી હતી અને ઉષાબેન તથા તેની પુત્રી અંજલીને પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલે રીક્ષામાં સારવાર માટે પહોંચાડી છે.
ક્રોસ ફરિયાદમાં નોનકોગ્નીઝેબલ ગુન્હો
સામે પક્ષે શાંતિબેન બાલુભાઇ દ્વારા નોન કોગ્નીઝેબલ ગુન્હો નોંધાવાયો છે જેમાં ઉષાબેન માલદે ખરા, અંજલી માલદે ખરા, માલદે ખરા અને ઉષાબેનના દિકરા વાસુએ ઓટલો તોડવા માટેનું મન દુ:ખ રાખીને ફરિયાદી શાંતિબેન અને તેના પરિવારના સભ્યોને ગાળો દઇ ઢીકાપાટુનો માર માર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસફેદ દાઢી-વાળ, બ્રાઉન જમ્પસૂટ... ભારતમાં આવ્યા બાદ તહવ્વુર રાણાની પ્રથમ તસવીર આવી સામે
April 10, 2025 08:45 PMજામનગરના નાની ખાવડીના ગ્રામજનો દ્વારા અનંત અંબાણીના જન્મદિવસની ઉજવણી
April 10, 2025 07:09 PMભગવાન શ્રી કૃષ્ણ અને રુકમણીનો સત્કાર સમારોહ
April 10, 2025 06:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech