ભાવનગર મહાપાલિકા તંત્રએ આજે શુક્રવારે શહેરના ચાવડીગેટ વિસ્તારમાં વીજ કંપનીની વિભાગીય કચેરી નજીક ગેરકાયદેસર ૩ધાર્મિક સ્થાનકો, ૧વાણિજ્ય તેમજ ૩૭ મકાનોના દબાણો સામે મોટી કાર્યવાહી હસ્થ ધરી હતી. પોલીસના જડબેસલાક બંદોબસ્ત સાથે મહાપાલિકાના એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલના કાફલાએ તમામ ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવી અડચણરૂપ તમામ દબાણો ઉપરાંત સીટીડીવાયએસપી સહિતના પોલીસ અધિકારીઓની હાજરી વચ્ચે પાંચ જેટલાં બુટલેગરોએ કરેલા ગેરકાયદેસર દબાણો પણ તોડી પડ્યા હતા. મહાપાલિકા તંત્રના એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલના કાફલાએ મહાપલિકાના રોડ વિભાગ, બાંધકામ વિભાગ, નળ વિભાગ અને ગટર વિભાગના વડાઓ તેમજ કર્મચારીઓ અને પોલીસના જડબેસલાક બંદોબસ્ત સાથે શહેરના ચાવડીગેટ વિસ્તારમાં આવેલી વીજ કંપનીની વિભાગીય કચરી નજીક ખડકાયેલા ગેરકાયદેસર દબાણો સામે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ૩ ધાર્મિક સ્થાનકો, ૧ વાણિજ્ય તેમજ ૩૭ નાના-મોટા મકાનોના દબાણો પર બુલડોઝર ફેરવી તોડી પાડી જગ્યા દબાણમુક્ત કરી હતી. મગાપાલિકા દ્વારા આજે હાથ ધરાયેલી મોટી કાર્યવાહીમાં સીટીડીવાયએસપી સહિત પોલીસ વિભાગના અધિકારીઓની હાજરીમાં પાંચ જેટલાં બુટલેગરોએ કરેલા ગેરકાયદેસર દબાણો પણ તોડી પાડવામાં આવ્યા હતા. વ્હેલી સવારથી જ મહાપાલિકા તંત્રના એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલના કાફલાએ હાથ ધરેલી કાર્યવાહી દરમ્યાન સ્થળ પર લોકોના ટોળાં ઉમટ્યા હતા. જો કે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મહાપાલિકા તંત્ર દ્વારા તમામ ગેરકાયદેસર દબાણો તોડી પાડી જગ્યાને દબાણ મુક્ત કરાવાઈ હતી. નોંધનીય છે કે મહાપાલિકા તંત્ર દ્વારા ગઢેચી શુદ્ધિકરણ યોજનામાં અડચણરૂપ દબાણો હટાવવાની કામગીરી બાદ આજે સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમંગળવારે ગુજરાતના ઇતિહાસમાં સૌથી વધુ ૨૬,૬૦૦ મેગાવોટની વીજ માગ: ગરમીના કારણે ડિમાન્ડ વધી
April 30, 2025 12:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech