બિહારમાં કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનની કારની વધુ ઝડપને કારણે ટોલ પ્લાઝા પર ઓટોમેટિક ચલણ કાપવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રીની કારનું ચલણ જાહેર થતાં પરિવહન વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. આરટીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો વાહનોના દસ્તાવેજોમાં કોઈ ખામી જણાશે અથવા વાહન ઓવર સ્પીડિંગ કરશે તો તેનું આપોઆપ ચલણ કપાઈ જશે.
બિહારમાં પરિવહન વિભાગે ટ્રાફિક નિયમો અને દંડ લાગુ કરવા માટે ઓટોમેટિક ઈ-ડિટેક્શન સિસ્ટમ શરૂ કરી છે. જેમાં ટ્રાફિકના નિયમો તોડનારાઓનું ઓટોમેટિક ચલણ કાપવામાં આવશે અને આ નવી ઈ-ચલણ સિસ્ટમ 18 ઓગસ્ટથી શરૂ કરવામાં આવી છે. આ નવી સિસ્ટમમાં બિહારના ઘણા રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર અત્યાધુનિક કેમેરા લગાવવામાં આવ્યા છે. જે તેમાંથી પસાર થતા વાહનોની નંબર પ્લેટની તસવીરો લે છે અને વાહન માલિકના રજિસ્ટર્ડ મોબાઈલ પર સીધી માહિતી મોકલે છે. ગાડીની ફિટનેસ, પ્રદૂષણ અને વીમો પૂરો થઇ ગયેલ હોય અથવા વધુ ઝડપે પકડાય છે ત્યારે તે નંબર પર ચલણ મોકલવામાં આવે છે.
જિલ્લા વાહનવ્યવહાર અધિકારીએ જણાવ્યું હતું કે આ ઈ-ડિટેક્શન સિસ્ટમ છે. હવે સરકારે નિર્ણય લીધો છે ત્યારબાદ તેને ટોલ પ્લાઝા પર લગાવવામાં આવ્યો છે. આમાં ચલણ આપોઆપ કપાઈ જાય છે. જો વાહન સરળતાથી ચાલે છે, વાહનના કાગળો વ્યવસ્થિત છે, સીટ બેલ્ટ પહેર્યો છે, તો તે આપોઆપ કામ કરશે. તેમાં વાહન નંબરનો ઉલ્લેખ કરવામાં આવે છે અને વાહન માલિકના રજિસ્ટર્ડ નંબર પર ચલણ મોકલવામાં આવે છે.
બિહારમાં આ નવી વ્યવસ્થા શરૂ થતાની સાથે જ કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન પણ હાજીપુરથી ચંપારણ જતી વખતે તેમાં ફસાઈ ગયા હતા અને નેશનલ હાઈવે પર સ્પીડમાં ગાડી ચલાવતા પકડાઈ ગયા હતા અને ડિપાર્ટમેન્ટે ચિરાગ પાસવાનને તેના મોબાઈલ પર ઓવરસ્પીડ ચલણ મોકલી આપ્યું હતું. તેમને બે હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે. ત્યારે ચિરાગ પાસવાને કહ્યું છે કે તે દંડ ચૂકવી આપશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMપુષ્પા 2 એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
December 22, 2024 06:30 PMઆર અશ્વિનની નિવૃત્તિ પછી પીએમ મોદીનો ભાવનાત્મક પત્ર
December 22, 2024 03:24 PM'રાહુલ અને પ્રિયંકા ગાંધી લઘુમતી સાંપ્રદાયિક દળોના સમર્થનથી જીત્યા', CPIM નેતાનો આરોપ
December 22, 2024 02:51 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech