ભાટીયામાં તંત્રના પાપે પાણી માટે વલખાં મારતા નગરજનો

  • April 19, 2025 01:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કલ્યાણપુર તાલુકાના મુખ્ય મથક એવા ભાટીયામાં છેલ્લા ચાર દિવસથી પાણી પૂરવઠા બોર્ડ દ્વારા પાણી નહીં અપાતા ઢોર ઢાખર અને લોકોને પાણી માટે ભારે હાલાકી સહન કરવી પડી રહી છે, ત્યારે ભાટીયા ગ્રામ પંચાયતના સરપંચ કે.વી. ચાવડા પાણી પૂરવઠા બોર્ડના જવાબદારી અધિકારીઓને આ બાબતે રજૂઆત કરતા છેવટે માંડ માંડ ચાર દિવસે પાણી તો આવ્યું, પરંતુ પાણી પૂરવઠા તંત્રની મોટર બળી જતાં પાણી વિતરણ ખોરવાયું હતું, જેથી પાણી માટે ભાટીયામાં ભારે બોકાસો બોલી ગયો છે.


સરપંચે પાણી પૂરવઠા બોર્ડના અધિકારીઓને તાત્કાલિક નવી મોટર મંગાવવા એક મોટર કાયમી માટે એકસ્ટ્રા વસાવીને રાખવા સૂચન કર્યું છે, જેથી મોટરના વાંકે પાણી વિતરણ ખોરવાઇ ન જાય તંત્રની બેદરકારીના કારણે તાલુકાનું મુખ્ય મથક છેલ્લા ચાર-પાંચ દિવસથી પાણી માટે વલખાં મારે છે, ત્યારે આવી ગરમીના સમયમાં ઢોર ઢાખરને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી તંત્રને તાત્કાલિક ધોરણે પગલા લેવા ગ્રામજનો તેમજ ભાટીયાના સરપંચ દ્વારા રજૂઆત કરાઇ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application