બહરાઈચ જિલ્લામાં ફરી એકવાર વરુએ એક માસૂમ બાળકને પોતાનો શિકાર બનાવ્યો છે. ગઈકાલ રાત્રે લગભગ 12 વાગે વરુએ પાંચ વર્ષની બાળકીને નિશાન બનાવી હતી.
ઉત્તર પ્રદેશના બહરાઈચમાં વરુઓનો આતંક ઓછો થવાના સંકેત દેખાઈ રહ્યા નથી. ગઈકાલ રાત્રે લગભગ 12 વાગે વરુએ પાંચ વર્ષની બાળકીને પોતાનો શિકાર બનાવી હતી. વરુના શિકારથી બાળકીને ગંભીર ઈજા પોહચી હતી. ફરી એકવાર વરુના હુમલાથી ગામમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.
અત્યાર સુધીમાં 9 બાળકોના મોત
આ વખતે વરુએ ગ્રામ પંચાયત પંડોહિયાના ગિરધરપુરવામાં અનવર અલીની 5 વર્ષની પુત્રી અફસાનાને નિશાન બનાવ્યું હતું. આ હુમલામાં બાળકી ઘાયલ થઈ હતી. બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.
બહરાઈચ જિલ્લામાં વરુઓએ અત્યાર સુધીમાં 9 બાળકો સહિત 10 લોકોનો શિકાર કર્યો છે. 5 ફોરેસ્ટ ડિવિઝન બહરાઇચ, કટાર્નિયાઘાટ વાઇલ્ડલાઇફ, શ્રાવસ્તી, ગોંડા અને બારાબંકીની લગભગ 25 ટીમો માનવભક્ષી વરુઓને પકડવા માટે રોકાયેલા છે.
બાળકોના અભ્યાસ પર બ્રેક
વરુના હુમલાને કારણે પરિવારોને તેમના બાળકોના અભ્યાસ પર બ્રેક લગાવવાની ફરજ પડી છે. જે બાળકો શાળાએ જાય છે તેને તેના સગા-સંબંધીઓ આવતા-જતા મુકવા અને લેવા જતા હોય છે. વરુના ડરને કારણે 20 ટકા બાળકોએ શાળાએ આવવાનું બંધ કરી દીધું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસૌર ઉર્જા ક્ષેત્રે ગુજરાતની નવી પહેલ, 'મોડેલ સોલાર વિલેજ' સ્પર્ધામાં જીતો 1 કરોડનું ઇનામ
April 07, 2025 10:43 PMગુજરાતના જળાશયોમાં ઉનાળા માટે પૂરતું પાણી, 207 ડેમમાં 57 ટકા જળસંગ્રહ
April 07, 2025 10:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech