અમેરિકાના અલાબામામાં પોલીસે મોટી કાર્યવાહી કરતા ૩૬ લોકોની સેકસ રેકેટમાં ધરપકડ કરી છે, જેમાં એક ગુજરાતીનો પણ સમાવેશ થાય છે. અમેરિકન મીડિયાના રિપોર્ટ અનુસાર અલાબામાના ટસ્કલૂસા સિટીની આ ઘટનામાં પોલીસે અંડરકવર ઓપરેશન હાથ ધરીને સિટીમાં ચાલતા સેકસ રેકેટનો ભાંડો ફોડો હતો.
વેસ્ટ અલાબામા હ્યુમન ટ્રાફિકિંગ ટાસ્ક ફોર્સના કમાન્ડર કેપ્ટન ફિલ સિમ્પ્સનના જણાવ્યા અનુસાર બે અલગ–અલગ ઓપરેશન્સમાં કુલ ૩૬ લોકોની ધરપકડ કરવામાં આવી હતી, પોલીસ દ્રારા ઈશ્યૂ કરાયેલી પ્રેસ રિલીઝ અનુસાર આ કાંડમાં પકડાયેલા ગુજરાતીનું નામ કૌશિક પટેલ છે અને તેમની ઉંમર ૬૮ વર્ષ જણાવાઈ છે તેમજ તેઓ ટસ્કલૂસામાં જ રહે છે.
૧૦ મે ૨૦૨૪ના રોજ અરેસ્ટ થયેલા કૌશિક પટેલ પર સોલિસિટિંગ પ્રોસ્ટિટૂશનનો ચાર્જ લગાવવામાં આવ્યો હતો, જેમાં તેમને ૩૦૦ ડોલરના બોન્ડ પર મુકત કરવામાં આવ્યા હતા. કેપ્ટન ફિલ સિમ્પસનના જણાવ્યા અનુસાર, આ રેકેટમાં ફેબ્રુઆરી ૨૦૨૪માં પહેલીવાર એક કેસ સામે આવ્યો હતો અને ત્યારબાદ હ્યુમન ટ્રાફિકિંગની તપાસ શ કરવામાં આવી હતી જેમાં આગળ જતાં ૨૩ લોકો અરેસ્ટ થયા હતા.
અલાબામા હ્યુમન ટ્રાફિકિંગ ટાસ્ક ફોર્સ દ્રારા તાજેતરમાં જ ટસ્કલૂસામાં એક અંડરકવર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં વધુ ૧૩ લોકો ઝડપાયા હતા. અલાબામાના કાયદા અનુસાર શરીર સુખ માણવા માટે કોઈને પૈસા ચૂકવવા ગુનો છે, પરંતુ જો આ રેકેટમાં કોઈ માઈનોર સામેલ ના હોય તો પૈસા ચૂકવનારાની સામાન્ય ગુનામાં ધરપકડ કરવામાં આવે છે.
પોલીસ દ્રારા હાથ ધરવામાં આવેલા અંડરકવર ઓપરેશનમાં અલગ–અલગ ડેટિંગ એપ્સ તેમજ વેબસાઈટમાં પોલીસ ઓફિસર્સે જ પોતાની ફેક પ્રોફાઈલ બનાવીને ગ્રાહકો શોધ્યા હતા, તેમની સાથે આર્થિક વ્યવહાર કર્યેા હતો તેમજ તેમને અમુક ચોક્કસ સ્થળ પર બોલાવાયા બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.
અમેરિકામાં જેમ કોઈ સ્ટોર પર માઈનોરને તમાકુ કે દાનું વેચાણ થાય છે કે નહીં તે ચેક કરવા મોટાભાગે ડમી ગ્રાહકોને જ મોકલવામાં આવતા હોય છે, તેવી જ રીતે સેકસ રેકેટમાં સામેલ લોકોને પકડવા માટે પણ પોલીસ પોતે જ ડેટિંગ એપ્સ પર પોતાની ફેક પ્રોફાઈલ બનાવીને લોકોને લલચાવે છે, અને તેમને મળવા આવવાની લાલચ આપીને પકડાવી દે છે. અલાબામાના કાયદા અનુસાર પ્રોસ્ટિટૂશન કલાસ એ મિસડિમિનર ક્રાઈમ છે, મતલબ કે તે સામાન્ય કક્ષાનો ગુનો છે પરંતુ તેમાં જો કોર્ટમા આરોપ સાબિત થાય તો એક વર્ષ સુધીની જેલની સજા તેમજ છ હજાર ડોલર સુધીનો દડં થઈ શકે છે. આ પહેલા યોર્જિયામાં ચિરાગ પટેલ નામના ગુજરાતી યુવકની ફેબ્રુઆરી ૨૦૨૪માં આવા જ એક કાંડમાં ધરપકડ થઈ હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PM1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech