રાજયમા એસીબીએ ગઈકાલે સખત કાર્યવાહી કરી છે. જેમા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ ટીપીઓ હર્ષદ ભોજક વડીલોપાર્જિત મિલકતના વિવાદમાં મદદ કરવા માટે પહેલાં ૫૦ લાખની લાંચ માગી હતી. ત્યારબાદ રકઝક અંતે ૨૦ લાખ નક્કી કરવામાં આવ્યા હતા. આ લાંચની રકમ લેતા વચેટિયો અને આસિસ્ટન્ટ ટીપીઓ સાંજે એસીબીના હો રંગેહા ઝડપાઇ ગયા હતા. એસીબીએ બન્નેની ધ૨પકડ કરી છે અને આજે આ બન્ને આરોપીને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવા તજવીજ હા ધરી છે. આ કેસમાં પણ સરકાર એસીબી અપ્રમાણસર મિલકતોની તપાસ કરવામાં આવે તેવા સંકેત મળી રહ્યા છે અને આવતા દિવસોમાં વધુ વિગતો બહાર આવી શકે છે.
અમદાવાદમાં રહેતા ફરિયાદીની અમદાવાદ શહેરમાં વડીલોપાર્જિત જમીનમાં મકાનો-દુકાનો હતી. તેને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કબ્જો લઈ તોડી નાખવામાં આવી હતી. તેી મકાનો- દુકાનોના ભાડુઆતો અને ફરિયાદીએ કાયદાકીય પ્રક્રિયા કરી હતી. જેમા જણાવાયું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીએ જઈ જરૂરી પુરાવા રજૂ કરશો તો એએમસી તેમને વૈકલ્પિક વ્યવસ કરી આપશે. તેી ફરિયાદી ગવર્નમેન્ટ એપ્રૂર્વ એન્જિનિયર આશિષ પટેલને મળ્યા હતા. આરોપી આશિષે ફરિયાદીને આસિ. ટીપીઓ હર્ષદ ભોજક સો મુલાકાત કરાવી હતી અને બનાવની હકીક્તી વાકેફ કર્યા હતા. તેી આરોપી હર્ષદ ભોજકે ફરિયાદીને કામ કરી આપવા પેટે પ્રમ રૂ. ૫૦ લાખ લાંચની માગણી કરી અને આરોપી આશિષને રૂ. ૧૦ લાખ આપવાની વાત કરી હતી. ફરિયાદીએ રકઝક કરતા રૂ. ૨૦ લાખ આપવાના નક્કી કર્યું હતું. ત્યારબાદ આ મામલે ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ આશ્રમ રોડ સ્તિ અક્ષર સ્પેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખાતે લાંચ આપવાનું છટકું ગોઠવવાનું નક્કી કર્યું હતું.
એસીબીની ટીમે હર્ષદ ભોજકના પ્રગતિનગર વિસ્તારમાં આવેલા ફ્લેટમાં પંચ રૂબરૂ જડતી તપાસ કરતા રૂપિયા ૭૩ લાખની રોકડ રકમ અને સોનાનું બિસ્કિટ આશરે સાડા ચાર લાખની કિંમતનું મળી કુલ રૂપિયા ૭૭ લાખ ઉપરાંતની માલમતા ધોરણસર કબજે કરી છે. દસ્તાવેજો તા અન્ય મિલકતો બાબતે પણ તપાસ ચાલી રહી છે.આ દરમિયાન ૨૦ લાખની લાંચ લેતા હર્ષદ મનહરલાલ ભોજક રહે. વિરાટનગર, આસિસ્ટન્ટ ટીપીઓ. એએમસી, અને વચેટિયા આશિષ કનૈયાલાલ પટેલની ધરપકડ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઉનાના ગાંગડા ગામે હોટલમાં ચાલતી જુગાર ક્લબ દરોડા
November 15, 2024 10:05 AMપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech