ઈમરાનના સમર્થકોએ મહમ્મદ અલી જિન્નાના ઘરને પણ આગ ચાંપી દીધી

  • May 11, 2023 03:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઈમરાખાનના સમર્થકો ઠેર ઠેર લૂંટફાંટ અને આગ ચંપી કરી રહ્યા છે અને તેમાં લાહોરમાં બંગલા નંબર 53ને પણ સળગાવી દીધો છે. આ મકાન પાકિસ્તાની આર્મીના કોર કમાન્ડરનુ ઘર હતુ પણ તેમાં પાકિસ્તાનના ફાધર ઓફ નેશન કહેવાતા મહોમ્મદ અલી જિન્ના 1943 થી 1948 સુધી રહ્યા હતા.



આ મકાન 130 વર્ષ જૂનુ છે. તે અગાઉ એક ભારતીય હિન્દૂ મોહનલાલ ભસીનનુ હતુ. સંખ્યાબંધ દસ્તાવેજો મુજબ આઝાદી પહેલાથી સેના તેનો ઉપયોગ કરવા માંડી હતી. પાકિસ્તાનના રેકોર્ડ અનુસાર જિન્નાએ 1943માં આ ઘર ખરીદ્યું હતુ. 1950માં પાક આર્મીએ આ મકાનને 500 રુપિયાના ભાડા પર લીઝ પર લીધુ હતુ અને એ પછી તેને કોર કમાન્ડરના સત્તાવાર નિવાસ સ્થાનમાં ફેરવી નાંખવામાં આવ્યુ હતુ.


જિન્નાના આ ઘરને તેમના મૃત્યુ બાદ પાકિસ્તાની સેનાએ ઉપયોગમાં લેવાનુ શરુ કર્યુ હતુ.આ ઘર જિન્ના હાઉસ તરીકે પણ ઓળખાય છે અને તે  લાહોરમાં આવેલુ છે.

સિવિલ ઓથોરિટી તેમજ પાકિસ્તાન આર્મી વચ્ચે આ બંગલાને લઈને છાશવારે ટકરાવ થતો હોય છે. પાકિસ્તાની સેનાના જણાવ્યા અનુસાર અમે જિન્નાની બહેનને આ પ્રોપર્ટી માટે 3.50 લાખ રુપિયા ચુકવ્યા હતા. જ્યારે સિવિલ ઓથોરિટી આ મકાનને એક હેરિટેજ સાઈટ અને જિન્નાની વિરાસત તરીકે જાહેર કરવા માંગે છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application