મામા આમીર સાથે ફિલ્મ કરશે, ગોવામાં શૂટિંગ શરૂ
આ બોલિવૂડ એક્ટર લાંબા સમયના બ્રેક બાદ એક્ટિંગની દુનિયામાં પરત ફરી રહ્યો છે અને તે આમિર ખાનના પ્રોડક્શન હાઉસ હેઠળ બની રહેલી ફિલ્મમાં એક્ટિંગ કરતો જોવા મળશે.
બોલિવૂડ ફિલ્મોના ચાહકો માટે સારા સમાચાર છે, ઇમરાન ખાન નવ વર્ષના લાંબા બ્રેક બાદ બોલિવૂડમાં કમબેક કરવા માટે તૈયાર છે. ઈમરાન તેની ફિલ્મી કારકિર્દીનો બીજો તબક્કો તેના મામા આમિર ખાન સાથે શરૂ કરી રહ્યો છે.
બોલિવૂડનો હેન્ડસમ હંક ઈમરાન ખાન આ દિવસોમાં ચર્ચામાં છે. ઈમરાન ખાન ઘણા સમયથી બોલિવૂડની દુનિયાથી દૂર છે. તેની છેલ્લી ફિલ્મ કટ્ટી બટ્ટી વર્ષ 2015માં રિલીઝ થઈ હતી, એ બાદથી તે કોઈ ફિલ્મમાં જોવા મળ્યા નહતા. હવે ઈમરાન ખાનને લઈને એક નવો રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ઈમરાન ફરી એકવાર પોતાની શાનદાર એક્ટિંગથી બધાનું દિલ જીતવા માટે તૈયાર છે.
ઈમરાન ખાન લાંબા સમયના બ્રેક બાદ એક્ટિંગની દુનિયામાં પરત ફરી રહ્યો છે અને તે આમિર ખાનના પ્રોડક્શન હાઉસ હેઠળ બની રહેલી ફિલ્મમાં એક્ટિંગ કરતો જોવા મળશે. જાણીતું છે કે આમિર ખાને 1988માં આવેલી ફિલ્મ 'કયામત સે કયામત તક'માં ઈમરાનને બાળ કલાકાર તરીકે અને 2008માં ફિલ્મ 'જાને તુ યા જાને ના'માં લીડ રોલમાં લોન્ચ કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં વુમન્સ પ્રમિયમ લીગનું આયોજન
May 17, 2024 12:17 PMસલમાનની લગ્નની પ્રપોઝલ શર્મિન સહગલે ફગાવી હતી
May 17, 2024 12:07 PMઐશ્વર્યાએ પ્લાસ્ટરને પણ સ્ટાઇલ સ્ટેટમેન્ટ બનાવી દીધું
May 17, 2024 12:04 PMઅદિતિ રાવ હૈદરી એથનિક લુકમાં લાગી ગોર્જિયસ
May 17, 2024 12:01 PMવેરાવળ ચોપાટીનું લાઈટિંગ મોડીરાત સુધી ચાલુ રાખવા વેપારી મહામંડળની માગ
May 17, 2024 12:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech