ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યમંત્રી મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણય અંગે પ્રેસ-મીડિયાને વિગતો આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ સહિતના તમામ ઉદ્યોગોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમને ઔદ્યોગિક વસાહત માટે જમીન ફાળવણી કરવાની નીતિમાં જરૂરી સુધારો કરીને GIDCમાં ઉદ્યોગોને જમીન ફાળવવાની પ્રક્રિયાને વધુ સરળ બનાવવામાં આવી છે.
પ્રવક્તા મંત્રીએ વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્યની ઔદ્યોગિક વસાહતો માટે સરકારી પડતર જમીન GIDCને તબદીલ કરવામાં આવે છે અને GIDC દ્વારા આ જમીન ઉદ્યોગોને ફાળવવામાં આવે છે. હાલની પદ્ધતિ અનુસાર જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતા હેઠળની કમિટી દ્વારા સરકારી જમીનના ભાવ નક્કી કરવામાં આવે છે. ત્યારબાદ નક્કી થયેલા ભાવે પડતર જમીન GIDCને ફાળવવામાં આવે છે. આ પ્રક્રિયા બાદ ઘણા કિસ્સામાં જમીનના દર હયાત દર કરતા વધુ થતા હોવાનું ધ્યાને આવ્યું હતું.
આવી તમામ સમસ્યાઓના નિકાલ માટે ગુજરાત સરકારે જમીન ફાળવવાની આ પ્રક્રિયાને વધુ સરળ બનાવી છે. હવે ગુજરાત ઔદ્યોગિક નીતિ-૨૦૨૦ અંતર્ગત ઉદ્યોગ અને ખાણ વિભાગે કરેલા વર્ગીકરણ પ્રમાણે કુલ ૩ કેટેગરીમાં GIDCને સરકારી પડતર જમીન ફાળવવામાં આવશે. જે મુજબ કેટેગરી-૧માં સમાવિષ્ટ ૧૧૯ તાલુકાની લઘુ વિકસિત GIDCને વર્તમાન ઔદ્યોગિક જંત્રીના દરે જ જમીન ફાળવવામાં આવશે. આ ઉપરાંત કેટેગરી-૨માં સમાવિષ્ટ ૭૬ તાલુકાની મધ્યમ વિકસિત GIDCને પ્રવર્તમાન ઔદ્યોગિક જંત્રીના ૧૨૫ ટકા દરે, જ્યારે કેટેગરી-૩માં સમાવિષ્ટ ૫૬ તાલુકાની વિકસિત GIDCને પ્રવર્તમાન ઔદ્યોગિક જંત્રીના ૧૫૦ ટકા દરે જમીન ફાળવવામાં આવશે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના આ મહત્વપૂર્ણ નિર્ણયના પરિણામે ઔદ્યોગિક વસાહત માટે સરકારી પડતર જમીન ફાળવવા માટેની પ્રક્રિયા વધુ સરળ બનશે, સમયનો વ્યય અટકશે. તેમજ તમામ GIDC વચ્ચે જમીન ફાળવણી અને તેના વિકાસની સમાનતામાં પણ વધારો થશે. ખાસ કરીને MSME ઉદ્યોગકારોને અને રોકાણકારોને પણ આ નિર્ણયથી વધુ સુગમતા થશે. ઉદ્યોગકારોની રોકાણ કરવા માટેની કેટલીક દુવિધાઓ અને અનિશ્ચિતાઓ પણ દૂર થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ
April 03, 2025 03:39 PMકુંભારવાડામાં લોખંડના ભંગારની દુકાનમાં ચોરી
April 03, 2025 03:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech