સંયુક્ત રાષ્ટ્રએ વર્ષ 2025 દરમિયાન વિશ્વમાં શાંતિ અને વિકાસની સ્થાપના માટે પાંચ મહત્વપૂર્ણ પગલાઓ માટે બ્લુ પ્રિન્ટ તૈયાર કરી છે. તેમાં સતત વિકાસ લક્ષ્ય, શાંતિ અને વિશ્વાસ, ક્વોન્ટમ ટેક્નોલોજી, સહકાર અને ગ્લેશિયર સંરક્ષણ જેવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો સમાવેશ થાય છે. આ પગલાં વૈશ્વિક પડકારોને ઉકેલવામાં અને આપણા સામૂહિક ભવિષ્યને સુરક્ષિત કરવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.
1. ટકાઉ વિકાસ માટે માઈલસ્ટોન: આ વર્ષ યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (યુએનડીપી) ટકાઉ વિકાસ લક્ષ્યો (એસડીજી) ની ડિલિવરી તારીખ એટલે કે 2030 માટે પાંચ વર્ષનું કાઉન્ટડાઉન શરૂ કરશે અને ક્લાયમેટ ચેન્જ પર પેરિસ કરારની 10મી વર્ષગાંઠની ઉજવણી કરશે. નવેમ્બરમાં, વિશ્વભરના નેતાઓ 2030 એજન્ડાના અમલીકરણને વેગ આપવા માટે બીજા વિશ્વ સામાજિક વિકાસ સમિટમાં ભેગા થશે. સમગ્ર વર્ષ દરમિયાન આ ઉદ્દેશ્યો સિદ્ધ કરવા મોટાભાગની ઘટનાઓ ચાર મહત્વપૂર્ણ વિષયો પર કેન્દ્રિત છે જે વિશ્વને બદલવાની ક્ષમતા ધરાવે છે: સ્ત્રીઓ, પૈસા, કૃત્રિમ બુદ્ધિ અને શાંતિ.
2. શાંતિ અને વિશ્વાસ માટે આશાનું વર્ષ: વિશ્વ વર્ષ 2025ને ’ઈન્ટરનેશનલ યર ઓફ પીસ એન્ડ ટ્રસ્ટ’ (આઈવાયપીટી) તરીકે પણ ઉજવવા જઈ રહ્યું છે. સંઘર્ષ નિવારણ, વિવાદોના શાંતિપૂર્ણ નિરાકરણ, શાંતિ, મધ્યસ્થી, નિ:શસ્ત્રીકરણ અને સતત વિકાસની સાથે, માનવ ગૌરવ અને માનવ અધિકારોની પ્રગતિ માટેના પ્રયાસો, લોકશાહી, લિંગ સમાનતા પણ શાંતિ વધારવામાં ફાળો આપે છે.
3. ક્વોન્ટમ વિજ્ઞાન અને ટેકનોલોજીનું વર્ષ: ક્વોન્ટમ વિજ્ઞાન અને ટેકનોલોજીનું આંતરરાષ્ટ્રીય વર્ષ 2025માં ઉજવવામાં આવશે. યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ તેને 7 જૂન, 2024 ના રોજ સત્તાવાર જાહેરાત કરી હતી. આ પ્રસ્તાવને 70થી વધુ દેશોએ સ્વીકાર્યો હતો. વર્ષ 2025માં ક્વોન્ટમ મિકેનિક્સની વિકાસયાત્રાનું 100મું વર્ષ પૂર્ણ થશે. જાગૃતિ વધારાશે.
4. આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ: વિષય છે, સહકારી: એક વધુ સારું વિશ્વનું નિમર્ણિ, જે બતાવશે કે સમગ્ર વિશ્વમાં સહકારની અસર કેટલી સ્થાયી છે. વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે સહકારી મોડલ આવશ્યક ઉકેલ છે અને 2030 સુધીમાં ટકાઉ વિકાસ લક્ષ્યોને અમલમાં મૂકવાના પ્રયાસોમાં મોટી ભૂમિકા ભજવે છે. આઈવાયસી 2025 નું સત્તાવાર ઉદ્ઘાટન દિલ્હીમાં આઈસીએ ગ્લોબલ કોઓપરેટિવ કોન્ફરન્સ અને જનરલ એસેમ્બલીમાં થયું હતું.
5. આંતરરાષ્ટ્રીય ગ્લેશિયર સંરક્ષણ વર્ષ: વર્ષ 2025માં પ્રથમ વખત વિશ્વ ગ્લેશિયર દિવસ 21મી માર્ચે ફરીથી ઉજવવામાં આવશે. જેનો હેતુ ગ્લેશિયર સંરક્ષણ અંગે જાગૃતિ લાવવાનો છે. ગ્લેશિયર્સ ઇકોલોજીકલ સંતુલન જાળવવામાં, તાજું પાણી પૂરું પાડવામાં અને આબોહવા અને હાઇડ્રોલોજિકલ પેટર્નને નિયંત્રિત કરવામાં મોટી ભૂમિકા ભજવે છે. ગ્લેશિયર સંરક્ષણ 2025ના આંતરરાષ્ટ્રીય વર્ષનો પ્રારંભ 21 જાન્યુઆરીએ જીનીવામાં વિશ્વ હવામાનના મુખ્ય મથક ખાતે થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મનપા ખાતે સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં શહેરના વિકાસ કાર્યો માટે 3 કરોડ 42 લાખનો ખર્ચ મંજૂર
January 22, 2025 01:11 PMટેકાના ભાવે મગફળીની ગોકળગાય ગતિએ ચાલતી ખરીદી પ્રક્રિયા પર પાલ આંબલિયાએ લખ્યો પત્ર
January 22, 2025 12:32 PMનિરાશાની ખાઈમાંથી બહાર આવ્યો અક્ષય,'હેરા ફેરી 3'પર આપ્યું અપડેટ
January 22, 2025 12:25 PMઝીનત અમાનના ગળામાં ગોળી અટવાઈ, માંડ જીવ બચ્યો
January 22, 2025 12:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech