મહાકુંભમાં આજે વિહિપની મહત્વની બેઠક, 47 પ્રાંતોના પ્રતિનિધિ જોડાશે

  • February 07, 2025 10:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વિશ્વ હિન્દુ પરિષદ આજથી મહાકુંભમાં ત્રણ દિવસીય બેઠક શરૂ કરવા જઈ રહી છે. આ બેઠક ઝુંસીમાં વિહિપ કેમ્પથી શરૂ થશે. વિહિપના આંતરરાષ્ટ્રીય મહાસચિવ બજરંગ લાલ બાગરાએ જણાવ્યું હતું કે આ બેઠકમાં હિન્દુ મંદિરોને સરકારી નિયંત્રણમાંથી દૂર કરવા, વસ્તી વિષયક અસંતુલન અને વક્ફ બોર્ડની અનિયંત્રિત અને વ્યાપક સત્તાઓ જેવા મુદ્દાઓ પર ચચર્િ કરવામાં આવશે.આ બેઠકમાં ભારતભર અને વિદેશમાંથી વિહિપ્ના 47 પ્રાંતોના પ્રતિનિધિઓ આ બેઠકમાં ભાગ લેશે.
તેમણે કહ્યું કે સહભાગીઓ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા અત્યાચાર અને અયોધ્યાના ચુકાદા પછી કાશી અને મથુરા જેવા ધાર્મિક સ્થળોની મુક્તિ પર પણ ચચર્િ કરશે. વિહિપ ના આંતરરાષ્ટ્રીય પ્રમુખ આલોક કુમાર, મહાસચિવ મિલિંદ પરાંડે, સંયુક્ત મહાસચિવ વિનાયકરાવ દેશપાંડે અને બજરંગ દળ, માતૃ શક્તિ અને દુગર્િ વાહિની જેવી સંલગ્ન સંસ્થાઓના નેતાઓ મુખ્ય સહભાગીઓ હશે.

પાકિસ્તાની હિન્દુઓનું જૂથ મહાકુંભમાં પહોંચ્યું
મહાકુંભની આધ્યાત્મિક ભવ્યતાથી આકર્ષિત થઈને, પાકિસ્તાનના સિંધ પ્રાંતના 68 હિન્દુ ભક્તોનું એક જૂથ પ્રયાગરાજ પહોંચ્યું અને સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી અને તેમના પૂર્વજોના આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરી. યુપી માહિતી વિભાગ અનુસાર, ભક્તોએ ગંગા, યમુના અને પૌરાણિક સરસ્વતીના પવિત્ર સંગમ પર ધાર્મિક વિધિઓ કરી અને તેમના પૂર્વજો માટે પ્રાર્થના કરી. સમૂહ સાથે આવેલા મહંત રામનાથે જણાવ્યું કે તેઓ પહેલા હરિદ્વાર ગયા હતા જ્યાં તેમણે લગભગ 480 પૂર્વજોની અસ્થિઓનું વિસર્જન કર્યું હતું અને મહાકુંભમાં આવતા પહેલા ધાર્મિક વિધિઓ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application