કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા સહિત આગેવાનો ઉપસ્થિત
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આજે ભાણવડમાં ભારતીય જનતા પાર્ટીની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
બેઠકમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા અને જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.દ્વારકા, ભાણવડ અને સલાયા નગરપાલિકાઓની આગામી ચૂંટણીઓ માટે વિસ્તૃત રણનીતિ ઘડવામાં આવી હતી. બેઠકમાં તાલુકા પંચાયતની ખાલી પડેલી બેઠક પર પણ ચર્ચા કરવામાં આવી હતી. પક્ષના નેતાઓએ સર્વસંમતિથી નિર્ણય લીધો કે સ્થાનિક સમુદાયો સાથે સંકલન સાધીને મજબૂત ચૂંટણી અભિયાન ચલાવવામાં આવશે.
બેઠકમાં ભાજપના મહામંત્રીઓ અને મંડળના હોદ્દેદારોએ પણ હાજરી આપી હતી. તમામ નેતાઓએ ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવવા માટે એકજૂથ થઈને કામ કરવાનો સંકલ્પ લીધો હતો. આગામી દિવસોમાં ચૂંટણી લક્ષી વિવિધ કાર્યક્રમો અને જનસંપર્ક અભિયાન શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસલાયામાં ખ્વાજા માસુમશાહ સરકાર અને હાજી કમાલશા બાબાનો ઉર્ષ શરીફ
May 20, 2025 11:09 AMભાણવડના મોટા કાલાવડ ગામેથી જુગારધામ ઝડપાયું
May 20, 2025 11:05 AMખંભાળિયાના હર્ષદપુરની પરિણીતાને ત્રાસ આપતા સાસરિયાઓ સામે ફરિયાદ
May 20, 2025 11:00 AMશું જયશંકરના કારણે આતંકી મસૂદ અઝહર અને હાફિઝ સઈદ જીવતા બચી ગયા: કોંગ્રેસ
May 20, 2025 10:58 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech