કેન્દ્ર સરકાર ઇલેક્ટ્રિક વાહનોના વેચાણને પ્રોત્સાહન આપવા માટે એક પછી એક કદમ લઈ રહી છે, હવે સરકારે જાહેરાત કરી છે કે ઈવીની બેટરી અને અન્ય મોબાઇલ પાર્ટ્સ પરની આયાત ડ્યુટી નાબુદ કરી દેવામાં આવી છે જેથી આવા વાહનોની કિમતમાં નોંધપાત્ર ઘટાડો થતા આવા વાહનો વધુ લોકભોગ્ય બની શકે.
ઇલેક્ટ્રિક વાહન અને મોબાઇલ ફોન ઉત્પાદક કંપનીઓને રાહત આપતા, કેન્દ્ર સરકારે બંનેના ઉત્પાદનમાં વપરાતા આવશ્યક ભાગો પરની આયાત ડ્યુટી નાબૂદ કરી છે.આ નિર્ણય વિશે માહિતી આપતાં કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા અને નિકાસ સ્પર્ધાત્મકતાને મજબૂત બનાવવાના પ્રયાસરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટેરિફની સંભવિત અસર ઘટાડવા માટે વ્યાપક ડ્યુટી કાપનો એક ભાગ છે.
સંસદમાં નાણાકીય વટહુકમ 2025 પસાર થાય તે પહેલાં નાણામંત્રીએ કહ્યું હતું કે - અમે સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા તેમજ નિકાસ સ્પર્ધાત્મકતા વધારવા માટે કાચા માલ પરની આ જકાત ઘટાડી રહ્યા છીએ.
નોંધનીય છે કે અગાઉ એક અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે ભારત સરકાર ટ્રમ્પ સરકાર સાથેની વાતચીતના પ્રથમ રાઉન્ડમાં લગભગ રૂ. ૧.૯ લાખ કરોડ (૨૩ બિલિયન ડોલર ) ની કિંમતની યુએસ આયાતના અડધાથી વધુ પર ડ્યુટી ઘટાડવાનું વિચારી રહી છે.અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી ચૂંટાયા પછી, તેમણે 2 એપ્રિલથી પારસ્પરિક ટેરિફની જાહેરાત કરી. આવી સ્થિતિમાં, વિશ્વભરમાં વેપાર યુદ્ધ ફાટી નીકળવાની સંભાવના છે. જોકે, ભારતે અમેરિકન ઉત્પાદનો પર આયાત ડ્યુટીમાં છૂટછાટ આપવાનો સંકેત આપ્યો છે. અમેરિકાના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સાથે આ અંગે વ્યાપક ચર્ચા થવાની અપેક્ષા છે. આવી સ્થિતિમાં, સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવાના સંદર્ભમાં સરકારનું આ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
મોબાઇલ ફોનના 28 પાર્ટ્સ પર ડ્યુટી નહી વસુલાય
કેન્દ્ર સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વાહનો અંગે લેવામાં આવેલા નિર્ણયને કારણે, ઈવી બેટરીના ઉત્પાદનમાં વપરાતા 35 ઉત્પાદનોને આયાત ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવશે. જ્યારે મોબાઇલ ફોનના ઉત્પાદનમાં વપરાતા 28 ઉત્પાદનો પર કોઈ આયાત ડ્યુટી વસૂલવામાં આવશે નહીં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશનિ મીન રાશિમાં ગોચર કરશે, આ રાશિના લોકોને સોનાનો સૂરજ ઊગશે, સૌથી વધુ ફાયદો થશે
March 29, 2025 01:39 PMજામનગરમાં રાજપૂત કરણી સેનાએ સાંસદની વિવાદિત ટિપ્પણીનો કર્યો વિરોધ
March 29, 2025 01:28 PMજામનગર: આજે શનિ અમાવસ્યા...શનિ મંદિરે ભક્તોની ભારે ભીડ
March 29, 2025 01:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech