ગેરકાયદે બાંધકામો કાયદેસર કરવા માટે સરકારે લાગુ કરેલી ઇમ્પેકટ ફીની સ્કીમને રાજકોટ શહેર અને ડા વિસ્તારમાં મહદઅંશે નિષ્ફળતા મળી છે, ઇમ્પેકટ ફીની સ્કીમનો કાલે છેલ્લો દિવસ છે, કાલે રાત્રે ૧૨ કલાકે સ્કિમ પૂર્ણ થશે. અલબત્ત સરકાર કદાચ હજુ એકાદ વખત મુદ્દત વધારો આપે તેવી શકયતા નકારી શકાતી નથી. સ્કીમના છેલ્લા બે દિવસમાં શનિ–રવિની રજા આવતા ઓફલાઇન અરજી ઇનવર્ડ કરાવવાનું શકય બન્યું નથી. રાજકોટ મનપા અને ડામાં ઓનલાઈનની તુલનાએ ઓફલાઇન અરજી વધુ ઇનવર્ડ થઇ છે.
શહેરના ગેરકાયદેસર બાંધકામો રેગ્યુલરાઈઝ કરી આવક ઉભી કરવા માટે સરકારે ઓકટોબર ૨૦૨૨ના રોજ ઈમ્પેકટ ફી કાયદો અમલમાં મુકયો હતો. જેની મુદતમાં સતત ચાર વખત વધારો કરવામાં આવ્યો છે. ત્યારે હવે ઈમ્પેકટ ફીની મુદત આવતી કાલે પૂર્ણ થશે. ગેરકાયદેસર બાંધકામો રેગ્યુલરાઈઝ કરવા માટે અત્યાર સુધીમાં ઓફલાઈન અને ઓનલાઈન અંદાજે ૯૭૦થી વધુ અરજી આવી હોવાનું જાણવા મળેલ છે છતાં આજ અને કાલ ઓનલાઈન અરજી કરનારાઓની સંખ્યાનો ઉમેરો થશે તેમજ ત્રણેય ઝોનની અરજી જનરેટ કરવાની બાકી હોય વાસ્તવિક આકં સોમવારના સામે આવશે.
શહેરમાં વધી રહેલા ગેરકાયદેસર બાંધકામો રોકવામાં તત્રં ઉણુ ઉતર્યુ છે ત્યારે આ બાંધકામોમાંથી પૈસા બનાવવા માટે સરકારે વર્ષ–૨૦૨૨થી ઈમ્પેકટ ફી સ્કિમની અમલી બનાવી હતી. જેમાં સૌપ્રથમ પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાનો નિયમ અમલમાં મુકયો હતો. પરંતુ કોમર્શીયલ બાંધકામોમાં પાકિગ મુદ્દે ઓનલાઈન અરજી કરતી વખતે અનેક સમસ્યાઓ આવતા અંતે સરકારે ઓફલાઈન અરજી સ્વીકારવાનુંચાલુ કર્યુ હતું. ૨૦૨૨માં શ થયેલ યોજનામાં અવાર નવાર મુદત વધારો કરવામાં આવ્યો છે. સતત ચોથી વખત મુદત ૧૬ જૂન ૨૦૨૪ના રોજ છ માસ માટે વધારવામાં આવેલ જે આવતી કાલે ૧૫–૧૨–૨૦૨૪ના રોજ પૂર્ણ થતી હોય સંભવત ફરી વખત મુદતમાં વધારો થાય તેમ લાગી રહ્યું છે.
ઓનલાઈન અને ઓફલાઈન સહિતની કોમર્શીયલ તેમજ રહેણાકના બાંધકામોની અંદાજે ૯૭૦થી વધુ અરજીઓ આવ્યાનું જાણવા મળે છે તેમજ મંજુર થયેલ અરજીનો આકં હાલ સુધી જાહેર કરાયો નથી.
સરકારે ૨૦૨૨માં શ કરેલ ઈમ્પેકટ ફી સ્કિમ આવતી કાલે પૂર્ણ થનાર છે. આ યોજનાની ડિમાન્ડ વધતા સરકારે સતત ચાર વખત મુદતમાં વધારો કર્યેા છે. છેલ્લે તા.૧૬ જૂન ૨૦૨૪થી છ માસ માટે મુદત વધારી હતી. હજુ પણ શહેરમાં અનેક ગેરકાયદેસર બાંધકામો રેગ્યુલરાઈઝ કરવાના બાકી રહેતા હોય સરકાર ફરી વખત મુદત વધારો આપે તેવી શકયતા હોવાની ચર્ચા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહિન્દુ સેનાએ નાતાલમાં બાળકોને માનસિક ધર્માંતરણથી બચાવવા કરી હાકલ
December 23, 2024 01:08 PMમેઘપર હાઇવે પર યુવાન પર હિંચકારો હુમલો
December 23, 2024 01:07 PMધ્રોલના હરીપર ગામે સોલારના કોપર વાયરની ચોરી, શું બોલ્યા ડીવાયએસપી...?
December 23, 2024 12:54 PMરણજીતસાગર રોડ પર ગેરકાયદે દુકાનોના બાંધકામ પર બુલડોઝર
December 23, 2024 12:32 PMજામનગરમાં ઘુઘરા વહેંચતા યુવાને મેળવ્યુ બીએસએફમાં સ્થાન
December 23, 2024 12:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech