જામનગર જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં રોગપ્રતિકારક શક્તિવર્ધક ઉકાળાનું વિતરણ કરાયું
જામનગર તા.12 સપ્ટેમ્બર, જામનગર જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં રોગપ્રતિકારક શક્તિવર્ધક ઉકાળા અને દવાઓનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ- ગાંધીનગર, નિયામકશ્રી આયુષની કચેરી- ગાંધીનગર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી- જામનગરના માર્ગદર્શન અનુસાર જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી ડો.એચ.એમ.જેતપરીયાની સુચના મુજબ જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા ડેન્ગ્યુ, મલેરીયા, ચિકનગુનિયા, વાયરલ ઈન્ફેક્શન ફીવર અને અન્ય પાણીજન્ય રોગો સામે રક્ષણ મેળવવા માટે રોગપ્રતિકારક શક્તિવર્ધક ઉકાળાનું તારીખ 09/09/2024 થી તારીખ 11/09/2024- એમ ત્રણ દિવસ માટે નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.
જેમાં આયુર્વેદ શાખા, આરોગ્ય શાખા અને આઈ.સી.ડી.એસ. શાખા દ્વારા એક સંયુક્ત ટીમ બનાવીને પૂરગ્રસ્ત 20 ગામના સબ સેન્ટરના કોમ્યુનિટી હેલ્થ ઓફિસરશ્રી, આંગણવાડી વર્કરશ્રી, આશા વર્કરશ્રી અને આયુર્વેદ મેડિકલ ઓફિસરશ્રીની એક સંયુક્ત ટીમ બનાવીને ઉકાળા અને દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ ત્રણ દિવસના કાર્યક્રમમાં કુલ 24,865 લાભાર્થીઓએ લાભ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન આયુર્વેદ વિભાગના શ્રી ડો.જે.પી.સોનગરા, આરોગ્ય શાખામાંથી શ્રી નીરવભાઈ મોદી અને શ્રી જાડેજાભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમ જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી, જિલ્લા પંચાયત, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ
April 03, 2025 03:39 PMકુંભારવાડામાં લોખંડના ભંગારની દુકાનમાં ચોરી
April 03, 2025 03:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech