ચૂંટણી પંચ સમગ્ર દેશમાં લોકસભા ચૂંટણી ૨૦૨૪ને ધ્યાનમાં રાખીને આદર્શ આચાર સંહિતા લાગુ કરવા માટે સતત સૂચનાઓ જારી કરી રહ્યું છે. દરમિયાન ચૂંટણી પંચે ૨૪ કલાકની અંદર મતદારોને આકર્ષવા માટે લગાવવામાં આવેલા તમામ પક્ષોના હોડિગ્સ, બેનરો અને પોસ્ટરોને દૂર કરવાનો આદેશ આપ્યો છે. કડક પગલાં લેતા, ચૂંટણી પંચે રાયોને આજે સાંજ સુધીમાં સરકારી અને ખાનગી મિલકતોમાંથી અનધિકૃત જાહેરાતો દૂર કરવાના નિર્દેશો અંગે અમલીકરણ અહેવાલો ફાઇલ કરવા જણાવ્યું છે. ચૂંટણી પંચે કેબિનેટ સચિવ અને દેશના મુખ્ય સચિવોને પત્ર લખીને રેલવે સ્ટેશનથી લઈને એરપોર્ટ, સરકારી બસો અને સરકારી ઈમારતો સુધીની તમામ રાજકીય જાહેરાતોને તાત્કાલિક દૂર કરવા સૂચના આપી છે.
કેન્દ્રીય પ્રધાન શોભા કરંદલાજે વિદ્ધના નિવેદન સામે ડીએમકેની ફરિયાદને ધ્યાનમાં લેતા, ચૂંટણી પંચે રાય ચૂંટણી કમિશનરને નિયમો હેઠળ યોગ્ય પગલાં લેવા સૂચનાઓ પણ જારી કરી હતી. કેન્દ્રીય ચૂંટણી પંચે રાય ચૂંટણી કમિશનરને નિયમો અનુસાર યોગ્ય પગલાં લેવા અને ૪૮ કલાકની અંદર કેન્દ્રીય ચૂંટણી પંચને જાણ કરવા જણાવ્યું હતું. શોભા કરંદલાજેએ કહ્યું હતું કે બેંગલુના રામેશ્વરમ કેફેમાં થયેલા બ્લાસ્ટ પાછળ તમિલનાડુના લોકોનો હાથ હતો. તેમના નિવેદનને લઈને રાજકીય હોબાળો થયો હતો. જો કે બાદમાં શોભા કરંદલાજેએ પણ પોતાના નિવેદન બદલ માફી માંગી હતી.
કેન્દ્રીય ચૂંટણી પંચે હિમાચલ પ્રદેશમાં સરકારી યોજનાઓ માટે નવી મંજૂરીઓ રોકવાનો આદેશ પણ જારી કર્યેા હતો. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, કમિશનની પૂર્વ પરવાનગી વિના, રાયના કોઈપણ ભાગમાં યાં ચૂંટણી ચાલી રહી છે, ત્યાં કલ્યાણકારી યોજનાઓ અને કામો પર કોઈ નવું ભંડોળ બહાર પાડવું જોઈએ નહીં અથવા કામ માટે કોન્ટ્રાકટ આપવા જોઈએ નહીં. અગાઉ ૧૯ માર્ચે ભાજપે રાય ચૂંટણી પંચમાં કોંગ્રેસ વિદ્ધ આદર્શ આચાર સંહિતા ભંગની બે ફરિયાદ દાખલ કરી હતી. ભાજપ દ્રારા એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે કોંગ્રેસ વતી મતદારોને રીઝવવા માટે, ઈન્દિરા ગાંધી પ્યારી બ્રાહ્મણ સુખ–સમ્માન નિધિ યોજના હેઠળ દર મહિને ૧,૫૦૦ પિયા મેળવવા માટે ફોર્મ ભરવામાં આવી રહ્યા છે. હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને વિપક્ષના નેતા જયરામ ઠાકુરે ભાજપના પ્રતિનિધિમંડળ સાથે શિમલામાં મુખ્ય ચૂંટણી અધિકારીને બે ફરિયાદો નોંધાવી હતી. જયરામ ઠાકુરે રાય સરકાર અને મુખ્યમંત્રી પર મહિલાઓને રૂા.૧૫૦૦ના માનદ વેતનનો લાભ આપવાનો આરોપ લગાવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech