ઉના પંકના નાડ ગામમાં ગેરકાયદેસર દબાણો દૂર કરાયા

  • July 29, 2024 12:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉના તાલુકાના નાડ ગામે મોટાં પાયે જમીન પર દબાણ કર્યા હોવાની વારંવાર પંચાયત સમક્ષ રજુઆત આવતી હોય અને તાલુકા જીલ્લ ા કક્ષાએ પણ રજૂઆત તાં ગ્રામપંચાયત દ્વારા ગૌચર જમીન, સરકારી ગામતળ અને સ્ટેજ હાઈવેના દબાણો કરનારાં લોકોને પંચાયત નિયમો અનુસાર નોટીસ પાઠવી હતી અને પોલીસ બંદોબસ્ત માંગણી કરી હતી. દબાણો હટાવવા મેગા ડીમોલેશનની કામગીરી ગત તા.૨૫ જુલાઈી પંચાયત કચેરીના તલાટી મંત્રી અને સરપંચ સદસ્ય તેમજ તાલુકા વિકાસ અધિકારી તેમજ વિસ્તરણ અધિકારી નાયબ મામલતદાર અને પોલીસના મોટાં કાફલા સો બુલડોજર જેસીબી મશીન દ્વારા સ્વૈચ્છિક રીતે કંપાઉન્ડ વોલ, ઓટલા, પતરાં, ઢાળીયા દુર કરાવેલ હતાં તેમજ ગૌચરની જમીન ૫ હજાર ચોરસ મીટર ગામતળની ૨૨૫૦ ચોરસ મીટર તેમજ સ્ટેટ્સ હાઈવેની ૩૦૦૦ ચો.મી. મળી કુલ ૧૦૨૫૦ ચો.મી. જમીન શાંતીપૂર્વક નિર્વિવાદ કાયદો વ્યવસ ભંગ વગર તંત્રએ દબાણો દૂર કરાવ્યા હતા. હજુ પણ ૩૦૦૦ ચો.મી. ગામતળની જમીન પર દબાણો હોય પરંતુ રાત્રિનો સમય તાં દબાણો હટાવવાની કામગીરી બંધ કરાયેલ હોય તે સવારી ફરી વખત પોલીસ બંદોબસ્ત હેઠળ શરૂ કરાશે સંપૂર્ણપણે સરકારી જમીન ખુલ્લ ી કર્યા બાદ તેનો કબજો ગ્રામપંચાયત હવાલે કરાશે ફરી વખત આવાં દબાણો નહીં દેવાં પંચાયત ને તાકીદ કરવામાં આવેલ હોવાનું તાલુકા વિકાસ અધિકારી દ્વારા જણાવાયું હતું. કરોડો રૂપિયાની કિંમત જમીનો દબાવી બેઠેલાં લોકોને નોટીસ ફટકારી આ જમીનનાં સ્વૈચ્છિક દબાણો હટાવી લેવા સુચના આપવામાં આવી હતી અને ત્યારબાદ મેગા ડીમોલેશન તંત્ર દ્વારા હા ધરાયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News